Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વડોદરામાં એનઆરઆઈ મહિલાના ઘરમાં ઘૂસીને ચપ્પુ બતાવી લૂંટી લીધા

મહિલા પાસેથી સોનાના પાટલા, ડાયમંડ નેકલેસ અને ચાર હજાર રોકડ સહિત 74 હજારની મત્તા સાથે યુવાન ફરાર

 

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ગુલાબ વાટીકા ખાતે રહેતી એન.આર.આઈ. મહિલાને અજાણ્યા બાઈક સવારે ચપ્પુ બતાવી લૂંટી લીધી હતી. અજાણ્યો યુવક છેલ્લા એક માસથી મકાન ખરીદવાના બહાને મહિલાના ઘરે આવતો હતો. એન.આર.આઈ મહિલા વર્ષ દરિયાન મહિના વિદેશમાં રહે છે.

   મહિલાનાં ઘરે ઘુસી આવેલા યુવાને ચપ્પુની અણીએ સોનાના પાટલા તેમજ ડાયમંડ નેકલેસ અને ચાર હજાર રોકડ સહિત કુલ રૂપિયા 74,000 ની ચલાવી લૂંટ લૂંટ ચલાવી હતી. બાદમાં અજાણ્યો ઈસમ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. લૂંટ દરમ્યાન મહિલાના હાથ અને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. જેના પગલે મહિલાને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. લૂંટનો ભોગ બનેલી મહિલાએ જેપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ કબજે લેવાની તજવીજ હાથ ધરી હતી.

(1:24 am IST)