Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વડોદરા ફતેહગંજ પોલીસનો સપાટો :IPL મેચમાં સટ્ટો રમતા 6 આરોપીઓને ઝડપી લેવાયા:3.34 લાખનો મુદ્દામાલ કબ્જે

 

વડોદરામાં ફતેહગંજ પોલીસે ગત મોડી રાત્રે બાતમીનાં આધારે લેડી પિલર હોસ્પિટલની બાજુમાં આવેલ એકલવ્ય ફ્લેટમાં આઈ.પી.એલ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે સાથે 3.34 લાખની રોકડ રકમ પણ ઝડપી હતી.

પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી આરોપી પાસેથી 1 લાખ રોકડા, 3 લેપટોપ અને એક ટીવી સહિત 3.34 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આરોપીઓ પૈકી એક આરોપીનાં ફ્લેટમાં સટ્ટો રમાઇ રહ્યો હતો. પોલીસે રેડ પાડીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે

(1:30 am IST)