Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

‘દિલ વિધાઉટ બીલ’ના નામથી જાણીતી શ્રી સત્ય સાંઈ હોસ્પીટલ અમદાવાદમાં હૃદયરોગની સારવાર માટે બિહારથી દર્દીઓનું આગમનઃ મુખ્યમંત્રી નિતીશકુમારના માર્ગદર્શન હેઠળ દર્દીઓ માતા-પિતા અને બિહાર સરકારના અધિકારીઓ આવ્યા

રાજકોટ તા. ર : “દિલ વિધાઉટ બીવના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં 21 વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. અમદાવાદના આંગણે સેવાની આ સરવાણી ભૂલકાં માટે પણ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કાશિદ્રા વહાવી રહ્યું છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હધય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે કે જે બાળકોના હદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્પિટલમાં ૩ થી પ લાખ ખર્યો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્યે કરે છે.

આ હોસ્પિટલ દ્વારા દેશના અગલગ અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવશે.

બિહાર સરકાર દ્વારા મુખ્ય મંત્રી શ્રી નીતીશ કુમાર ના માર્ગદર્શન હેઠળ આજે ૫૦ જણ ફ્લાઈટ 6256 દ્વારા આજે તા ૦૨-૦૪-૨૦૨૧ ના રોજ આવી રહ્યા છે. જેમાં ૨૧ હૃદય રોગના બાળ દર્દીઓ, તેમના માતા પિતા અને બિહાર સરકારના અધિકારીઓ સામેલ છે.

આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્‍્ટીંગણ દર્દીઓને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા માટે ખાસ હાજર રહેશે.

ભારતમાં દર વર્ષે 2 લાખ બાળકો હૃદયની બિમારી સાથે જન્મે છે. અત્યંત મોંઘી સારવારના કારણે વર્ષે માત્ર 30 હજાર બાળકોનો જ ઇલાજ શક્ય બને છે. આવા ગરીબ બાળદર્દીઓને કસમયે કરમાઇ જતા

અટકાવના એક નેક સંકલ્પ સાથે 20, નવેમ્બર, 2018ના રોજ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિદ્રાની સ્થાપના કરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૦૦ જેટલાં બાળદર્દીઓની પિડીયાટ્ટીક હાર્ટસર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે.

3૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, 4 આઈસીયુ-આઈસીસીયુ, અને કૅથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.

(4:04 pm IST)