Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભરૂચમાં આવેલા બ્રિટીશ નાગરીકને સિવીલ હોસ્પીટલમાં દાખલ કરાવી પરિવાર સાથે મિલન કરાવતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં કોરોના વાયરસ (COVID-199 ફેલાયેલ હોય અને ફેલાયેલ વાયરસનાં સંક્રમણને અટકાવવા સરકાર તરફથી “લોક ડાઉન” જાહેર થયેલ હોય જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ “લોક ડાઉન” ની કડક અમલવારી તેમજ પ્રજા સાથે સુમેળ વ્યવહાર અને માનવીય અભિગમ રાખવા તાકીદ કરેલ જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. પો.ઈન્સ. એ.કે. ભરવાડ નાઓને માહીતી મળેલ કે, ભરૂચ શહેર સ્ટેશન વિસ્તારમાં એક “બ્રિટીશ નાગરીક મુળ ભારતીય છેલ્લા કેટલાક દિવસોથી માનસિક અસ્થિર જેવી હાલતમાં ટ્રાવેલ બેગ સાથે ફર્યા કરે છે તેવી હકિકત મળતા પો.સ. ઇ.કે.એચસુથાર ને સદર ઇસમ બાબતે તપાસ કરવા જાણ કરતા તપાસ દરમ્યાન આ શખ્શનું નામ દાઉદ આદમ પટેલ જે “બ્રિટીશ નાગરીક“ લંડનથી આવેલ હોવાનું જણાય આવતા તેને સૌ પ્રથમ તાત્કાલીક ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે પહોચડાવી “કોરોના વાયરસ બાબતની તપાસ અંગે દાખલ કરાવડાવી તેમજ બ્રિટીશ નાગરીક મુળ ભારતીય હોવાની જાણ થતા મુસ્લિમ અગ્રણીઓ સાથે રાખી તેઓ મારફતે મુળ ગામ/વારસદારો બાબતે તપાસ કરતા આ ઇસમ ભરૂચ તાલુકા નાં ચોલાદ ગામનાં વતની હોવાની જાણ થયા બાદ ભરૂચ સિવીલ હોસ્પીટલ માથી “કોરોના ટેસ્ટ" રીપોર્ટ નેગેટીવ આવતા આ બ્રિટીશ નાગરીકને પોતાના ભાઇ સલીમ ભાઇની સાથે સલામત રીતે પોતાના ગામ ચોલાદ ખાતે પહોચાડી પોલીસ વિભાગની ફરજ ઉપરાંત માનવીય અભિગમ દાખવી કામગીરી કરેલ છે.

(10:30 pm IST)