Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ચોથીથી અન્નબ્રહ્મ યોજનામાં અત્યંત ગરીબોને સુવિધાઓ

લોકડાઉનના નવમાં દિવસે વિવિધ પગલા : અન્ય પ્રાંતોમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા લોકો અને અત્યંત ગરીબ નિરાધારોને રેશનિંગ કાર્ડ વગર અનાજ

અમદાવાદ,તા. : ગુજરાતમાં લોકડાઉનના આજે નવમાં દિવસે જુદી જુદી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંદર્ભમાં દરરોજની જેમ આજે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે વિવિધ કામગીરીના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપી હતી. લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓના સંદર્ભમાં ઉપયોગી માહિતી પુરી પાડીને જણાવવામાં આવ્યું હતું કે, લોકડાઉનમાં લોકોને કોઇ તકલીફ પડે તે માટે સરકાર સંવેદનશીલ રહીને આગળ વધી રહી છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ અનાજ મેળવતા ૬૬ લાખ પરિવારોને અંદાજે .૨૫ કરોડ એટલે કે રાજ્યના અંદાજે ૫૦ ટકા લોકોને અનાજ આપવામાં આવે છે. કોઇ છુટાછવાયા લાભાર્થીઓ બાકી રહ્યા હોય તો તેમને પણ મામલતદાર કચેરીનો સંપર્ક કરી લાભ મેળવવાનો રહેશે.

        સસ્તા અનાજની દુકાન પરથી અનાજ અપાઈ રહ્યું છે. ચોથી એપ્રિલથી અન્નબ્રહ્મ યોજના હેઠળ આવા અનાજનો જથ્થો અત્યંત ગરીબ, નિરાધાર અને કુટુંબ વિહોણા છે તથા અન્ય પ્રાંતમાં આવેલા લોકોને અનાજ મળી શકશે. તેમણે રાજ્યમાં લોકડાઉનના નવમા દિવસે દૂધ, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો પણ આપી હતી. અંગે શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યભરમાં ગુરૂવારે ૪૭.૪ર લાખ લિટર દુધનું વિતરણ થયું છે. ૮ર૯પ૭ કવીન્ટલ શાકભાજીની આવક થઇ છે તેમાં બટાટા ૧૯૬૧૪ કવીન્ટલ, ડુંગળી રર૮૪૬ કવીન્ટલ, ટામેટા ૭ર૭૦ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૩૩રર૪ કવીન્ટલ છે. ફળફળાદિની ૧૩૬૦ર કવીન્ટલની આવકમાં સફરજન ૪૭પ કવીન્ટલ, કેળાં ૬૪૭ કવીન્ટલ અને અન્ય ફળો ૧ર૪૮૦ કવીન્ટલ જેટલા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન નાગરિકો-પ્રજાજનોને જીવન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળે તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

વિવિધ ચીજોનું વિતરણ

ગુરુવારના દિવસે આંકડા શું રહ્યા

અમદાવાદ, તા. : મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે અનેક મહત્વની માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સોમવારે પણ સેવા જારી રહી હતી. રાજ્યમાં જુદી જુદી ચીજવસ્તુઓનું જરૂરિયાત લોકો સુધી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રવાહ યથાવતરીતે જારી છે. વિતરણ માટેની જાહેરાત અમલી બની ચુકી છે. આજે કઇ ચીજોનું કેટલું વિતરણ થયું તે નીચે મુજબ છે.

દૂધનું વિતરણ

૪૭.૪૨ લાખ લીટર

શાકભાજીની આવક

૮૨૯૫૭ ક્વિન્ટલ

બટાકાની આવક

૧૯૬૧૪ ક્વિન્ટલ

ડુંગળીની આવક

૨૨૮૪૬ ક્વિન્ટલ

ટામેટાની આવક

૭૨૭૦ ક્વિન્ટલ

અન્ય લીલા શાકભાજીની આવક

૩૩૨૨૪ ક્વિન્ટલ

ફળફળાદીની આવક

૧૩૬૦૨ ક્વિન્ટલ

સરફજનની આવક

૪૭૫ ક્વિન્ટલ

કેળાની આવક

૬૪૭ ક્વિન્ટલ

અન્ય ફળોની આવક

૧૨૪૮૦ ક્વિન્ટલ

(8:50 pm IST)