Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

નર્મદા આરોગ્ય અધિકારી અને એપેડમિક અધિકારી ની વાતમાં વિરોધાભાસ : સંકલનનો અભાવ :ખોટી માહિતી ફરતી કરનાર અધિકારી સામે પગલાં લેવાશે..?!

નર્મદામાં દિલ્હી થી કેટલાક લોકો આવ્યાની વાતે બંને અધિકારીનો જવાબ અલગ :દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલિગી જમાતના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયના કેટલાક લોકો રાજપીપળા આવ્યાની વાત બાદ નર્મદા જિલ્લામાં ભારે કુતુહલ હતું જેમાં આરોગ્ય અધિકારી બુધવારે આ વાતને સમર્થન આપ્યા બાદ આજે ફેરવી તોડ્યું..?!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાનો હાઉ જોવા મળી રહ્યો છે કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો તેને આવ્યા બાદ કોરોન્ટાઇન પર રખાય છે તેવામાં ઘણા જિલ્લાઓમાં અફવા જોર પકડતા લોકોમાં આવી બાબતે ભારે કુતુહલ જોવા મળે છે ત્યારે આવીજ એક બાબતની અમે જવાબદાર અધિકારી પાસે પૃસ્ટતા કરતા આ બાબત ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.

 રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલ આ ચર્ચાએ જોર પકડ્યું હતું જેમાં દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલિગી જમાતના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માંથી કેટલાક લોકો બહાર આવ્યાની વાત બહાર આવ્યા બાદ આમાંથી કેટલાક લોકો નર્મદા જિલ્લામાં પણ આવ્યા હોવાની વાત ફેલાતા લોકોમાં આ બાબત જાણવા ભારે કુતુહલ જાગ્યું હતું અને મીડિયા,આરોગ્ય કર્મીઓના ફોન પર આ બાબતે પૂછપરછ શરૂ થઈ હતી.

 જોકે અમે આ બાબત સાચી કે ખોટી એ બાબતે ખરાઈ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. કશ્યપ નો સંપર્ક કરતા તેમને સ્પષ્ટ જણાવ્યું કે દિલ્હીના નિઝામુદ્દીનના કોઈ વ્યક્તિ કોરોન્ટાઇનમાં આવ્યા નથી પરંતુ ગત તારીખ ૧૭ માર્ચે દિલ્હી થી પસાર થયેલા ૪ વ્યક્તિઓ હાલ કોરોન્ટાઇલ પર છે જે અન્ય જગ્યાઓ પર પ્રવાસે ગયા હતા.માટે આ ચર્ચા એકદમ ખોટી હોવાની વાત કહી હતી.જ્યારે આરોગ્ય અધિકારી એ આ વાતને સમર્થન આપ્યું હોય બે માંથી સાચું કોણ...?એ માટે આજે ફરી આરોગ્ય અધિકારી પટેલનો સંપર્ક કરતા તેમને આ વાત નકારી હતી.

 આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલે બુધવારે કેટલાક મીડિયા કર્મીઓને નિઝામુદ્દીન ખાતેના ચાર લોકો અહીંયા કોરોન્ટાઇન પર રાખ્યા હોવાનું જણાવ્યું બાદ ગુરુવારે તેમને પૂછતાં આ વાત નકારી ફેરવી તોડ્યું.આમ એપેડમિક અધિકારી ર્ડા. કશ્યપ અને આરોગ્ય અધિકારી કે.પી.પટેલની વાતમાં વિરોધાભાસ જોવા મળ્યો એ આવા કટોકટીના સમયે ખુબજ ગંભીર બાબત કહી શકાય, લોકો ને અફવા ન ફેલાવવા સૂચના આપતા અમુક ઉચ્ચ અધિકારીઓ જ જ્યારે ખોટા મેસેજ આપતા હોય ત્યારે પગલાં લેવા જરૂરી જણાય છે.

(7:49 pm IST)