Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોના યુવાનો દ્વારા લોકડાઉનનો કડક અમલ: કેટલીક જગ્યાએ બેનર માર્યા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ખુરદી ગામના યુવાનો ગામના પ્રવેશદ્વાર પર ઉભા રહી બહારના લોકોને પ્રવેશતા અટકાવે છે.જ્યારે રાજપીપળા નજીકના વડીયામાં બેનર માર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાને લઈ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકડાઉન નો કડક અમલ કરાવવા પોલીસ સતત મહેનત કરી રહીછે ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં લોકડાઉન અંગે યુવાનોમાં જાગૃતિ જોવા મળી છે યુવાઓ પોતાના ગામની બહાર ઉભા રહી બહારના વ્યક્તિને ગામમાં પ્રવેશતા અટકાવે છે,જ્યારે કેટલાક ગામોના ઓરવેસ દ્વાર પર બેનરો મારવામાં આવ્યા છે.
            નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામના યુવાનો ગામના પ્રવેશ દ્વાર પાસે ઉભા રહી બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશતા અટકાવી લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે આ ઉપરથી ચોક્કસ કહી શકાય કે કોરોના વાઇરસ મહામારી અંગે જાગૃતિ શહેરો કરતા અંતરિયાળ ગામોમાં વધુ જોવા મળી રહું છે.ત્યારે બીજી બાજુ રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામમાં પ્રવેશ દ્વાર પર ગ્રામ પંચાયત દ્વારા બેનર મારી ગ્રામ પંચાયતમાં જાણ કરી ગામમાં પ્રવેશ કરવો તેવી સૂચના મારવામાં આવી હોય મોટા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લોકડાઉન બાબતે વધુ જાગૃતિ જોવા મળી રહી છે. ત્યારે આના પરથી શહેરીજનોએ પણ કંઈક શીખ લેવી જોઈએ એમ લાગી રહ્યું છે.

(7:48 pm IST)