Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના અફવા : કોરોના વાઇરસ અંગે લોકોમાં ખોટી અફવા ફેલાવી દહેશત ઉભી કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ

મો.નં.૯૯૧૩૦૧૬૦૦૩ પર થી ખોટી અફવા બદલ સાગબારા પોલીસે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની અન્ય કલમો લગાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેવા સંજોગોમાં ખોટી અફવા ફેલાવી લોકોમાં દહેશત ઉભી કરવી ગુનો છે અને એ માટે પોલીસ સતત લોકોને સાવચેત પણ કરે છે છતાં કેટલાક અટકચાડા લોકો અટકચાળા કરતા હોય આખરે પોલીસ આવા સામે કાયદાનું શસ્ત્ર ઉગામે છે એ જરૂરી પણ છે તેવોજ બનાવ હાલ સાગબારા પોલીસ ચોપડે નોંધાયો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર પોતાના મો.નં.૯૯૧૩૦૧૬૦૦૩ પરથી કોઈ વ્યક્તિએ જાહેર જનતાને જણાવવાનું કે દિલ્હીમાં તા.૧૩ માર્ચ થી ૨૪ માર્ચ ૨૦૨૦ સુધી તબલીગી જમાત મરકસે ૨૫૦૦ દેશ વિદેશથી કોરોના પોઝીટીવ મુસ્લીમો ભેગા કરી ભારત દેશના અલગ અલગ રાજયમાં મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનું આંતકી કૃત્ય કર્યું છે તો દરેક નગર જનોને ચેતવણી આપવામાં આવે છે કે તમારા એરીયામા જે કોઇ પણ મુસ્લીમ શાકભાજીની લારીઓ વાળા ફળ ફળાદીઓવાળા ફેરીયાઓ આવે તો કોઇ પણ પ્રકારે તેની પાસેથી ખરીદી કરવી નહીં તથા તેઓ હિન્દુ વિસ્તારોમાં આવી થુકીને કોરોના ફેલાવવાનું જેહાદી કૃત્ય કરી રહ્યા છે માટે સચેત રહેવુ તેવી પોસ્ટ કરી કોરોના વાઇરસ અંગે લોકોમાં ખોટી અફવા ફેલાવી તેમજ દહેશત ઉભી કરી હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તે રીતે તથા લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ ગુનાહીત કૃત્ય કરતા સાગબારા પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ સાગબારા પીએસઆઇ જી.કે.વસાવા કરે છે.

(7:45 pm IST)