Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકડાઉનમાં રાહત કે લોલીપૉપ : ગ્રાહકો ને ૩ મહિના હપ્તા નહિ ભરવા રાહત તો અપાઈ પરંતુ તેનું ફોર્મ અને વ્યાજ કોણ ભરશે..?!

રાજપીપળા સહિતની સ્થાનિક બેન્કોમાં ૩ મહિના હપ્તા કેમ નહિ ભરો તેવું કારણ આપતું ફોર્મ ભરવું પડશે નો નિયમ..તો લોકડાઉન ટાણે ગ્રાહકો બહાર ક્યાંથી નીકળશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના કહેર માં લોકડાઉન લાગુ કરતા હાલ મોટાભાગના લોકો ધંધા રોજગાર વિનાના થયા છે જેમાં કેટલાય લોકો બેન્કો માંથી લોન લઈ માથે દેવું કરી હપ્તા ભરતા હોય આ કારમી મોંઘવારી માં લોકડાઉન ના કારણે ધંધા બંધ હોય સમયસર હપ્તા ન ભરી શકે એ સ્વાભાવિક છે. સરકારે જાહેરાત કરી કે ૩ મહિના લોનના હપ્તા નહિ ભરો તો ચાલશે અને કોઈ પેનલ્ટી પણ નહીં લાગે.આ જાહેરાત બાદ લોન લેનારા લાખો લોકોમાં એક ખુશી જોવા મળી પરંતુ હાલ જાણવા મળ્યું કે સરકારે આપેલી રાહત રાહત નથી એક લોલોપોપ છે કેમ કે હપ્તો નહીં ભરવા માટે જે તે બેંક માં ફોર્મ ભરી હપ્તો કેમ નહિ ભરાય તેનું ચોક્કસ કરણ બતાવ્યા બાદ આ નિયમ લાગુ પડે અને ફોર્મ ભર્યા બાદ જ ત્રણ મહિના ની બેંક રાહત આપશે પરંતુ આ ત્રણ મહિના ના ચઢેલા વ્યાજનો બોજ પણ ગ્રાહકના માથેજ પડશે ત્યારે આ રાહત નથી લોલોપોપ છે તેમ કેટલાક ગ્રાહકો જણાવી રહ્યા છે.
 રાજપીપળા એસબીઆઈ અને નાગરિક બેંક ના અધિકારીઓ સાથે આ બાબતે વાત કરતા જણાવ્યું કે ફોર્મ ભરશે તેનેજ આ નિયમ લાગુ પડશે અને ત્રણ મહિના નું વ્યાજ તો ગ્રાહક માં માથે ચઢશે જ હાલ ની સ્થિતી એ સરકારે ત્રણ મહિના બાદ હપ્તો ભરવા છૂટ આપી હોય પરંતુ તેમાં ફોર્મ ભરવા સહિતના નિયમ લાગુ પડે છે જે ગ્રાહકો એ નિભવવા પડશે.

(7:20 pm IST)