Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આણંદ: વડોદ નજીક ઈન્દીરાનગરીના રહેણાંકમાં પોલીસે 4.195 કિલો નશીલા પદાર્થના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી

આણંદ:નજીક આવેલા વડોદ ગામની ઈન્દિરાનગરીના એક રહેણાંક મકાનમાં ગઈકાલે સાંજના સુમારે એસઓજી પોલીસે છાપો મારીને એક શખ્સને .૧૯૫ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડીને એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વીલેજ લોકડાઉનને અસરકારક બનાવવા માટે ગઈકાલે એસઓજી પોલીસે ગામડાઓમાં પેટ્રોલીંગ હાથ ઘર્યું હતુ. દરમ્યાન માહિતી મળી હતી કે, વડોદ ગામે આવેલી ઈન્દિરા નગરીમાં રહેતો રમઝુશા ઉર્ફે રમજાનશા અકબરશા દિવાન નશીલા પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જેના આધારે ગઈકાલે સાંજના સુમારે એસઓજી પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો. જેમાં તે ઘરના દરવાજા પાસે બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાયતમાં લઈને તેના ઘરની તલાશી લેતા પેટી પલંગની બાજુમાં મુકવામાં આવેલા સ્ટીલના નળામાં એક મીણીયાનો થેલો મળી આવ્યો હતો. જેને ખોલીને જોતાં અંદરથી ગાંજા જેવી વાશ આવતી હોય તુરંત તેની ખાતરી કરવા માટે એફએસએલને જાણ કરી હતી. થોડા સમયમાં એફએસએલની ટીમ પણ નાર્કો કીટ સાથે આવી પહોંચી હતી અને થેલામાના કાળા-ભુખરા જેવા પદાર્થની ખાતરી કરતાં તે ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતુ.

(6:03 pm IST)