Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

બાયડ તાલુકામાં દાનપુરા નજીક નદીમાંથી ભારે જહેમત બાદ વનવિભાગે 5 ફૂટ લાંબા મગરને પકડી પાંજરે પૂર્યો

બાયડ:તાલુકામાં થોડા દિવસ પૂર્વે પુલ પરથી મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં છેલ્લા બે દિવસથી દાનપુરામાં પસાર થતી ધામની નદીમાં મગર દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે તંત્ર એન સ્થાનિક યુવાનોએ પાંચ ફૂટ લાંબા મગરને પકડી યોગ્ય સ્થળે છોડી મૂક્યો હતો.

ડેમાઈ ધામની નદી પેટા પરા દાનપુરા પાસે ખેડૂતોને મંગળવારના દિવસે ધામની નદીમાં મગર જોવા મળ્યો હતો. ખેડૂતોએ સ્થાનિક પ્રશાસનને જણાવતા પ્રશાસન દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગે વન્યજીવ એન પર્યાવરણ પ્રેમીઓને જણાવતા અલ્પેશ સોલંકીમયુર પટેલ સહિતની ટીમ ધામની નદીમાં આવ્યા હતા. સ્થાનિક દાન પુરાના યુવાનોની મદદથી ચાર થી પાંચ ફૂટ પાણીમાં ઉતરીને મગરને પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને યોગ્ય જગ્યાએ મુકવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ પણ પાંચ થી વધુ મગર હોવાનું તેમણે જણાવ્યું હતું મગરની લંબાઈ અંદાજીત પાંચ ફૂટ જેટલી હોવાનું જણાવ્યું હતું. ધામની નદીમાં હજુ ચાર થી પાંચ મગર હોવાના કારણે ખેડૂત આલમમાં તેમજ કપડા ધોવા જતી મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વનવિભાગ દ્વારા તમામ ક્ષેત્રની તપાસ કરી મગર અને તેના યોગ્ય સ્થાને લઈ જાય તે ખૂબ જરૂરી છે.

(6:05 pm IST)