Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આણંદ જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણમાં રાશન ન આપતા અફડાતફડી સર્જાઈ:ગરીબ પરિવારોની હાલત કફોડી બની

અમદાવાદ:કોરોનાની મહામારીમાં મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લાના .૫૩ લાખથી વધુ રાશનકાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરવાનું આજથી શરૂ કરાયું હતું. જો કે, જિલ્લાની ૬૭૪ સસ્તા અનાજની દુકાનોમાં વહેલી સવારથી કાર્ડધારકોની ભીડ જામ કેટલીક જગ્યાએ અફડાતફડીભર્યો માહોલ જોવા મળ્યો હતો તો કેટલીક દુકાનો પર અપૂરતું રાશન અપાતા દુકાનદારો અને કાર્ડધારકો વચ્ચે ચકમક ઝરી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા.

કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા ૨૧ દિવસનું લૉકડાઉન કરાતા રોજનું રળી રોજ ખાતા ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લાના .૫૩ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સરકારની અન્નપૂર્ણા યોજના હેઠળ મફત રાશનનું વિતરણ સસ્તા અનાજની દુકાનો પરથી શરૂ કરાયું હતું.

ડીસા તાલુકાના ભીલડી ગામે હોમ કોરોન્ટાઈનનો ભંગ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

ડીસા: તાલુકાના ભીલડી ખાતે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા શાહ કમલેશભાઈ અમૃતભાઈ તા. ૨૬--૨૦ના રોજ સુરતથી ભીલડી આવ્યા હતા. તે સમયે તેમની પ્રાથમિક તપાસણી આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવી હતી. જેમાં દિન ૧૪ સુધી હોમ કોરોન્ટાઈનમાં રહેવાની સુચના આપી હતી. પરંતુ તેઓ પોતાની મનસ્વીપણે ઘરમાંથી બહાર સોસાયટીમાં તથા ઘરના ખુલ્લા ચોકમાં નીકળી હોમ કોરોન્ટાઈનનો જાહેરનામાનો ભંગ કરી તથા તેમની ઘરની બહાર નીકળી સોસાયટી તેમજ બજારમાં નીકળી કોરોના વાયરસ જેવા જિંદગી જોખમકારક રોગનો ચેપ લગાડી શકે તેવી પરિસ્થિતિ ઉભી કરી તથા કલેક્ટર બનાસકાંઠાના જાહેરનામાનો ભંગ કર્યો હતો. અંગે લોરવાડા મેડિકલ ઓફિસર ડો. કે.પી. દેલવાડીયાએ ઈસમ વિરુધ્ધ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી મુજબ ગુનો દાખલ કર્યો હતો.

(5:57 pm IST)