Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વડોદરામાં એમ.એસ.યુનિવર્સીટીમાં લોકડાઉનના પગલે 42000જેટલા વિદ્યાર્થીઓ માટે અધ્યાપક ઓનલાઇન લેક્ચર આપશે

વડોદરા: શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં લોકડાઉનના પગલે ૪૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અત્યાર સુધી બંધ હતુ.હવે કેટલીક ફેકલ્ટીઓમાં કેટલાક અધ્યાપકોએ વિદ્યાર્થીઓના ઓનલાઈન લેક્ચર લેવાનુ શરૃ કર્યુ છે.

જોકે બાબતથી યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ અજાણ છે.કારણકે યુનિવર્સિટી દ્વારા મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.હવે જેમ-જેમ વિદ્યાર્થીઓને ખબર પડી રહી છે તેમ -તેમ જે વિદ્યાર્થીઓ પાસે ઘરે ઈન્ટરનેટ અને મોબાઈલ કે લેપટોપની સુવિધા છે તેઓ ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે.

(5:56 pm IST)