Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં પોઝીટીવ આવેલા તમામ ૩૧ લોકોના નામો જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા ખુબ વધી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ સામે આવ્યા છે. આજે સવારે જ અમદાવાદમાં એક સાથે કુલ 8 કેસ નોંધાયા હતા. હવે અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મનપાએ અમદાવાદમાં અત્યાર સુધી પોઝિટિવ આવેલા તમામ 31 લોકોના નામ જાહેર કર્યાં છે.

કોર્પોરેશને સંક્રમિતોના નામ કર્યા જાહેર

અમદાવાદ મહાનગર પાલિકાએ અત્યાર સુધી કોરોનાના તમામ 31 સંક્રમિતોના નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. મનપાએ તમામ લોકોના નામ જાહેર કરી દીધા છે. તેનું મહત્વનું કારણ છે કે જો કોઈ વ્યક્તિ આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તો તેને ખ્યાલ આવી શકે છે. કોર્પોરેશન દ્વારા દર્દીઓની સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહેલી મુશ્કેલી બાદ આ નિર્ણય કર્યો છે.

આ સાથે મનપાએ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ આ સંક્રમિકોના સંપર્કમાં આવ્યા હોય તો તેણે આ નંબર પર જાણ કરવી.

(5:47 pm IST)