Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભારતની ભૂમિ ભાગ્યશાળી છે. અહીં માત્ર સંતો જ નથી અવતરતા, અહીં સંતો જેની આરાધના કરે છે એ નારાયણ પણ વિવિધ રૂપે અવતરે છે : સ્વામિ માધવપ્રિયદાસજી

હરિનવમીના પુનિત પર્વે એસ.જી.વી.પી. ગુરૂકુલમાં બિરાજીત રામ, શ્યામ અને ઘનશ્યામ ભગવાનની આરતી ઉતારતા માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ : રામનવમીના પુનિત પર્વે બપોરે ૧ર કલાકે એસ.જી.વી.પી. ગુરૂકુલમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજનું ષોડશોપૂજન કર્યા બાદ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.

આરતી ઉતાર્યા બાદ સ્વામીજીએ જણાવ્યું હતું કે ભારતની ભૂમિ ભાગ્યશાળી છે. અહીં માત્ર સંતો જ નથી અવતરતા, અહીં સંતો જેની આરાધના કરે છે એ નારાયણ પણ વિવિધ રૂપે અવતરે છે.

ભગવાન શ્રી રામ ધર્માવતાર છે. કરૂણાવતાર છે. પ્રેમાવતાર છે અને શરણાગત વત્સલ છે. ભગવાન રામનું હૃદય કમળથી પણ કોમળ છે. સાથે સાથે ભગવાનશ્રી રામનું હૃદય વજ્રથી પણ કઠોર છે. આવા ભગવાન રામના કરૂણામય સ્વાભાવને યાદ કરી જરૂરીયાતમંદોની સેવા કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

(3:54 pm IST)