Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકડાઉનમાં પણ રાત દિ' ફરજ બજાવતા વીજ કર્મચારીઓ અધીકારીઓને ૫૦ લાખનું વીમા કવચ આપો

ઘરો-હોસ્પિટલ સહિતના તમામ ક્ષેત્રમાં લાઇટ પૂરવઠો જળવાઇ રહે તેવી કાર્યવાહી થઇ રહી છે

રાજકોટ, તા.૨: ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ અને અન્ય યુનિયનોએ ઉર્જામંત્રીને પત્ર પાઠવી કોરોના વાયરસ (કોવીડ-૧૯)ના સંક્રમણને પગલે લોકડાઉનમાં ઇમરજન્સીમાં ફરજ બજાવતા વિજકંપનીઓના કર્મચારીઓને રૂ.૫૦ લાખનું વિમા સુરક્ષા કવચ આપવા માંગણી કરી છે.

પત્રમાં જણાવેલ કે આપણી વિજકંપનીના કર્મચારીઓ, અધિકારીશ્રીઓ દિવસ-રાત મહેનત કરી રાજયના ૨૪ કલાક સાતત્યપૂર્ણ વિજ પૂરવઠો જળવાઇ રહે અને ઇમરજન્સીમાં સેવા આપવી આપણી હોસ્પિટલો, કલીનીકો, લેબોરેટરીઓ અને મેડીકલ સ્ટોરને સતત વિજ પૂરવઠો આપી રહ્યા છે. સાથે સાથે સમગ્ર રાજયની પ્રજાનો, રહેણાંક, વાણીજય, ઔદ્યોગીક, ખેતીવાડી સહિત તમામ ક્ષેત્રમાં ૨૪ કલાક વિજપૂરવઠો જળવાઇ રહે તે માટે સતત ખેડપગે રહી સેવા બજાવી રહ્યા છે. જેથી કોરોના વાયરસની સારવાર કરતા આરોગ્ય  વિભાગને કોઇ અગવડતા ના પડે અને સાથે સાથે રાજયના લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં સતત ઘરમાં રહીને સરકારશ્રીના આદેશનુ પાલન કરી રહ્યા છે તેમને પણ કોઇ અગવડ ના પડે તે માટે  સતત ફિલ્ડ વર્ક કરી આપણી વિજ લાઇનો હેલ્થી રહે, ગ્રાહકોના ફોલ્ટ તુરંત એટેન્ડ થાય તમામ ક્ષેત્રને કોઇપણ જાતના વિક્ષેપ વગર સતત વિજ પૂરવઠો મળી રહે તે માટે પોતાના જીવના જોખમે, પરિવાર કે સમાજની ચિંતા કર્યા વગર સતત સોસાયટીઓમાં જઇને વિજ મેઇન્ટેનસનું કામ કરી રહ્યા છે. જેઓ સતત લોકોની વચ્ચે રહે છે. જેથી ગમે ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત થયેલ વ્યકિતના સંપર્કમાં આવી જવાની પુરી દહેશત છે. અને કોરોનાનો ભોગ બનવાની પણ પુરી શકયતાઓ રહેલી છે ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં, તેમના પરિવારના હિતમાં તેઓને કોરોનાના લોકડાઉનમાં કોઇનું આકસ્મિક મૃત્યુ થાય એવા સંજોગોમાં આપણી 'એસેન્સીપલ સર્વીસ' માં ફરજ બજાવતા તમામ કર્મચારી અધિકારીઓને રૂ.૫૦ લાખ (પચાસ લાખ)નું વિમા સુરક્ષા કવચ આપવા મંડળની માંગણી છે.

(3:53 pm IST)