Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સુરત અને મહીસાગરમાં સાવચેતી: એક બે ઘર જ નહીં, પણ આખે આખા ગામ ક્વોરોન્ટાઈન કરાયા

અમદાવાદ,સુરતથી લોકો પરત ફર્યા:પરત ફરતા ઓરોગ્ય વિભાગે કરી તપાસ

અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા સરકારે 21 દિવસનું લોકડાઉન ઘોષિત કર્યું છે.તેવામાં મહાનગરોના લોકોએ પોતાના વતનની વાટ પકડી છે અને ત્યાં પણ લોકડાઉનમાં તેનું પાલન ન કરવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અફડા તફડી મચી જવા પામી છે.તેવા સંજોગોમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું પંડ્યા ના મુવાડા ગામ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યુ છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાની કામગીરી પણ સામે આવી છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોમાં મહાનગરોમા વ્યવસાયર્થે ગયેલા લોકો પરત વતનમાં આવી જતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે છુપી દહેશત છવાઈ જવા પામી છે. જે પૈકી પંડયા ના મુવાડા ગામમાં અમદાવાદ સુરત જેવા મહાનગરોમાંથી વ્યક્તિઓ પોતાના વતનમાં આવી ગયા છે.

(12:53 pm IST)