Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સુરતમાં ડી માર્ટનો કર્મચારી કોરોના પોઝિટીવ :મોલ બંધ: ચીજવસ્તુઓ લેવા જનારા ગભરાયા

છેલ્લા 10 દિવસમાં મોલની મુલાકાત લેનારાએ સામેથી કોરોનટાઇન થવું જરૂરી

સુરતમાં એક જ દિવસમાં કોરોના ના બે કેસ પોઝીટીવ આવતા સુરત જિલ્લા આરોગ્ય અને મનપા ની આરોગ્ય વિભાગની દોડધામમાં વધારો થયો છે.ઉધના વિસ્તારમાં રહેતા અને પાંડેસરા ના ડી - માર્ટ મોલ માં કામ કરતા 22 વર્ષીય યુવાનનો કોરોના ના રિપોર્ટ પોઝીટીવ આવતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે.

પોઝીટીવ કેસ આવતા યુવાનને નવી સિવિલ હોસ્પિટલ ના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે તેના સંપર્કમાં આવેલ અન્ય આઠ લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.સુરત મહાનહારપાલિક દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પાંડેસરા ના ડી - માર્ટ મોલમાં તારીખ 20 માર્ચ થી 30 માર્ચ દરમ્યાન જે લોકોએ અહીં મુલાકાત કરી છે તેઓએ સામેથી ક્વોરોન્ટાઇન થવું જરૂરી છે.કોરોના નો વ્યાપ વધુ ના ફેલાય તે માટે સાવચેતી અને સલામતીના ભાગરૂપે લોકોએ જાગૃત થઈ જાતે સામેથી આવવાની જરૂરું છે.

(12:44 pm IST)