Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નવી કાર માટે ૦૦૦૭ નંબર માત્ર ૨૫,૦૦૦માં લીધો

૩૪ લાખની બોલી લગાવીને ફરી ગયેલ યુવકની બોલી : અમદાવાદ શહેરના આશિક પટેલે નવી કાર માટે ૦૦૦૭ નંબરની ૩૪ લાખની બોલી લગાવી પૈસા નહોતા ચૂકવ્યા

અમદાવાદ,તા.૨ : અમદાવાદ આરટીઓ ઓફિસમાં ૦૦૦૭ ફેન્સી નંબર માટે રેકોર્ડ બ્રેક ૩૪ લાખ રૂપિયાની બોલી લગાવીને અમદાવાદી યુવક પાછો ફરી ગયો હતો. જોકે હવે આ જ અમદાવાદીએ પોતાના બીજી એસયુવી કાર માટે માત્ર ૨૫,૦૦૦ રૂપિયામાં નવો ૦૦૦૭ નંબર ખરીદી લીધો છે. આશિક પટેલ નામનો આ યુવક જ નહીં ૩ ટકા જેટલા લોકોએ ફેન્સી નંબર પ્લેટ માટે મોટી બોલી લગાવીને છેલ્લે રકમ ચૂકવી નહોતી. જોકે આશિક પટેલનો દાવો છે કે તે ઓનલાઈન ૩૪ લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે આરટીઓ અધિકારીના કહેવા મુજબ, કોઈણ ઓનલાઈન રકમ ચૂકવી શકે છે અને અમદાવાદ આરટીઓમાં કેશમાં પણ ચૂકવણી કરી શકે છે.

નવેમ્બર મહિનામાં ૨૮ વર્ષના ટ્રાન્સપોર્ટર આશિક પટેલે નવી ખરીદેલી ૩૯.૫ લાખની એસયુવી માટે જીજે-૦૧-ડબ્લ્યુએ-૦૦૦૭ના ફેન્સી નંબરની હરાજીમાં ૩૪ લાખની બોલી લગાવી હતી. જોકે બાદમાં તેણે આરટીઓમાં આ રકમ જમા કરાવી નહોતી. આ વિશે આશિક પટેલે કહ્યું કે, મેં મારી નવી કાર માટે આ નંબર લેવાનું નક્કી કર્યું હતું અને હરાજીમાં મને ૩૪ લાખમાં આ નંબર મળ્યો હતો. મેં ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનો પ્રયાસ કર્યો, જે નિયમ મુજબ ફરજિયાત છે, પરંતુ સિસ્ટમ ૪.૫ લાખથી વધુની રકમ સ્વીકારી રહી નહોતી. તે વધુમાં ઉમેરે છે કે, હું તેના માટે પેમેન્ટ કરી શક્યો નહીં, બાદમાં મને મારા નવા વાહન માટે આ જ નંબર મળી ગયો. આ વખતે હરાજીમાં અન્ય કોઈ ન હોવાના કારણે મને અન્ય એસયુવી માટે બેસ પ્રાઈસ ૨૫ હજારમાં જ નંબર મળી ગયો હતો. આરટીઓ અધિકારી બી. લિંબાચિયાએ કહ્યું કે, લોકો ગમે તેટલી રકમ ઓનલાઈન ચૂકવી શકે છે અને કેસમાં ચૂકવણીનો પણ વિકલ્પ છે.

વ્યક્તિના ફરી જવા અને પૈસા ન ચૂકવવા વિશે હું ટિપ્પણી ન કરી શકું. અન્ય સીનિયર આરટીઓ અધિકારીએ કહ્યું કે, સામાન્ય રીતે હરાજીમાં ૧ લાખની રકમની બોલી બાદ વ્યક્તિને બીજો વિચાર આવે છે અને કદાચ મિત્રો અને સંબંધીઓ સાથે ચર્ચા તેઓ પોતાનું નામ કઢાવી લે છે. આવા કિસ્સામાં બોલી લગાવનારની નજીક વ્યક્તિની નજીકની રકમ માટે બોલી લગાવનારી વ્યક્તિને બેસ પ્રાઈસ પર નંબર મળી જાય છે. ઉદાહરણ તરીકે, ગોલ્ડન નંબર ૦૦૦૭ના કિસ્સામાં, બેસ પ્રાઈસ ૨૫,૦૦૦ રૂપિયા છે. ટુ-વ્હીલર વાહનના કિસ્સામાં એક બાર હરાજી ૫૦,૦૦૦ અથવા તેનાથી ઉપર પહોંચી જાય પછી લોકો પીછે હઠ કરતા હોય છે.

(9:30 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ભુપતભાઈ બોદર જંગી બહુમતીથી જીતી ગયા છે access_time 11:39 am IST

  • ભારતમાં કોરોના કેસો ફરી ઘટી ગયા : છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર કેસ નોંધાયા છે. જ્યારે ૯૧ મૃત્યુ થયા છે અને ૧૨ હજાર સાજા પણ થયા છે: અમેરિકામાં આજે નવા ૫૩ હજાર કેસ નોંધાયા: બ્રાઝિલમાં પણ ૩૮ હજાર કેસ નોંધાયા છે: યુનાઇટેડ આરબ અમીરાતમાં કેસોમાં ઘટાડો થયો છે અને ૨૫૨૬ નવા કેસ નોંધાયા છે: રશિયામાં ૧૧ હજાર ઇંગ્લેન્ડમાં અને જર્મનીમાં ૫ હજાર નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૧૦, ચીનમાં ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કેસ નોંધાયા access_time 11:45 am IST

  • ક્ચ્છની ગાંધીધામ તા.પં. ફાઇનલ પરિણામો જાહેર :16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત :કોંગ્રેસને 3 અને આપને 1 બેઠક મળી :. જિ.પં.ની બે બેઠક પણ ભાજપને ફાળે access_time 12:17 pm IST