Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભાજપના વિજ્યોત્સવમાં સહભાગી નાણામંત્રી નીતિનભાઈ પટેલ બજેટની કામગીરીમાં વ્યસ્ત :ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી

ગાંધીનગર : રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણીમાં આનંદભેર ભાગ લઇ રહ્યા છે અને ભાજપના નેતાઓ કાર્યકરોને અભિનંદન આપી રહ્યાં છે ત્યારે ભારતીય જનતા પક્ષના આ ભવ્ય વિજયમાં સહભાગી એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે ગુજરાત રાજ્યના સર્વાગી વિકાસ અને પ્રગતિ માટેના બજેટને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ કરી આખરી ઓપ આપવામાં આખો દિવસ વ્યસ્ત રહ્યાં છે.

(8:00 pm IST)