Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વલસાડ જિલ્લા પંચાયત પર ભાજપનો કબ્જો:વલસાડ જિલ્લા પંચાયત, વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતો વલસાડ , પારડી, વાપી , ધરમપુર , કપરાડા , ઉમરગામ પર ભાજપનો ભગવો લહેરાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ધરમપુર નગરપાલીકા ના વોર્ડ નંબર 2 ની 1 બેઠક ની  પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો.વલસાડ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો.વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી ના આજરોજ જાહેર થયેલા પરિણામા ભાજપ નું સ્ટીમ રોલર ફરી વળતા ભાજપ ના ફાળે 36 બેઠકો ગઈ હતી. જયારે કોંગ્રેસ નો માત્ર બે બેઠકો સાથે કારમો પરાજય થતા કોંગી છાવણીમા સન્નાટો જોવા મળ્યો હતો. જયારે ભાજપે ભવ્ય રેલી સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. વલસાડ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના દિગ્ગ્જ મહિલા ઉમેદવાર જયશ્રી પટેલ નો કલવાડા બેઠક પર તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ સામે કારમો પરાજય થયો હતો.જયારે ડુંગરી બેઠક પર ભાજપ ના યુવા ઉમેદવાર ધવલ પટેલ નો 13 હજાર થી વધુ માટે થી એતિહાસિક વિજય થતા યુવાવર્ગ મા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમા ભાજપ નો ભગવો લહેરાતા વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવા તરફ જઈ રહ્યો છે જિલ્લાની ઉમરગામ નગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો હતો સૂત્રો ના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી મા 69.74 ટકા મતદાન થયું હતું જે બાદ આજરોજ આ ચૂંટણીની હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપ ના ફાળે 36 બેઠકો જતા વલસાડ જિલ્લા પંચાયત મા ભાજપે પુનઃ કબ્જો મેળવ્યો હતો જિ.પં ની 38 બેઠકો પેકી કોંગ્રેસના ખાતામા માત્ર બે બેઠકો ગઈ હતી જેમાં ધરમપુર ની કરંજવેરી બેઠક અને કપરાડા ની વાવર બેઠકનો સમાવેશ થાય છે વલસાડ જિલ્લા પંચાયત ની કલવાડા બેઠક પર વિપક્ષી કોંગી મહિલા ઉમેદવાર જયશ્રી પટેલ નો વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પના પટેલ સામે કારમો પરાજય થયો હતો અત્રે નોંધનીય છે કે વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ ની હાલે સામાન્ય મહિલા ની સીટ હોય અને કલ્પના પટેલ તાલુકા પંચાયત ના પ્રમુખ રહી ચુક્યા હોય માટે જી. પ ના પ્રમુખ ના દાવેદાર મનાઈ રહ્યા છે
વધુમા તાલુકા પંચાયતની નનકવાડા બેઠક ના ઉમેદવાર હેમાક્ષીબેન પટેલ નો 3462 થી વધુ મતો થી ભવ્ય વિજય થયો હતો અને વલસાડ જિલ્લા પંચાયત ની ડુંગરી બેઠક પર ભાજપ ના સૌથી યુવા ઉમેદવાર ધવલ પટેલ નો 13000 થી વધુ મતો થી ભવ્ય વિજય થયો હતો વલસાડ ની 6 તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત મા ભાજપ ના ભવ્ય વિજય ના પગલે કાર્યકરો મા અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો મોડી સાંજે ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો ભાજપના જિલ્લા પ્રમુખ હેમન્ત કંસારા એ આ વિજય ને પ્રજા અને વિકાસ નો વિજય ગણાવ્યો હતો

(7:12 pm IST)
  • વિરાટ કોહલીની ઈન્ટાગ્રામ પર ઐતિહાસિક કમાલ : રોહિત-ધોની, શાહરુખ-સલમાન પણ પીએમ મોદીને પાછળ રાખી દીધા : કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર થયા છે આટલા ફોલોઅર ધરાવતા પહેલો ભારતીય અને એકમાત્ર એશિયાઈ વ્યક્તિ છે,માર્ચ 2021માં કોહલીએ આ કારનામુ કરતા આઇસીસીએ ટવીટ કર્યું છે access_time 11:46 am IST

  • પેટલાદમાં કોંગી ધારાસભ્ય પરાજીત થયા? : પેટલાદ નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની હાર થયાનું ટીવી ન્યુઝ ચેનલોમાં પ્રસારીત થઈ રહ્યુ છે. access_time 1:49 pm IST

  • કચ્છમાં ભીમાસર બેઠક પર મતગણતરી દરમિયાન હોબાળો: 4 EVM બદલી નાખ્યાનો આરોપ : કચ્છની ભીમાસર બેઠક ઉપર કોંગ્રેસ નેતાઑ દ્વારા હોબાળો થયો :આરોપ છે કે 4 EVM બદલી દેવામાં આવ્યા : તેને લઈને ફરિયાદ પણ કરાઈ access_time 12:06 pm IST