Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જુહાપુરાના કાલુ ગરદને આઈશાને ન્યાય અપાવવા માટે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો

આઈશાના આપઘાતને લઈ તેના પતિ આરીફ પર શહેરીજનો દ્વારા ફિટકારની લાગણી

અમદાવાદ : આઈશાના આપઘાતને લઈ તેના પતિ આરીફ પર શહેરીજનો દ્વારા ફિટકાર વરસાવાઈ રહી છે. ગત રોજ આરીફની રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેને સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે. જ્યારે જુહાપુરાના કાલુ ગરદને સોશિયલ મીડિયા મારફતે આઈશાને ન્યાય અપાવવા માટે એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે આરીફ પર ગુસ્સ ભરાયો છે.

  હસતા હસતા નદીમાં મોતને વ્હાલ કરનાર આઈશાના માતા પિતાએ સરકાર સામે આરોપી આરીફને કડકમાં કડક સજા આપવા માટેની અપીલ કરી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પોલીસે આરિફની રાજસ્થાનના પાલી ખાતેથી સોમવાર રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ધરપકડ કરી અને તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. પોલીસ સાંજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પુછતાછ માટે રિમાન્ડની માંગ કરશે. ત્યારે આ સાથે શહેરના લોકો આઈશાને ન્યાય અપાવવા માટેની માંગ કરી રહ્યા છે બીજી બાજુ જુહાપુરના કાલુ ગરદને એક વીડિયો વાયરલ કર્યો છે. તેણે આ વીડિયો આઈશાના ન્યાય માટે વાઈરલ કર્યો છે.

કાલુ ગરદન આ વીડિયોમાં જણાવે છે કે, “જો આરીફ હૈ વો સુન લે, જો ભી યે લડકી સાથ હુઆ હૈ વો ગલત હુઆ હૈ,આરીફ તેરે કો દહેજ કી લાલચ થી તો મેરે સે આકે માંગ લેતા, જીતના દહેજ ચાહીએ મે તેરે કો દેતા,.

ત્યારે આરીફને સજા અપાવવા માટે કાલુ ગરદન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તને સજા આપવવા માટે હું હાઈકોર્ટનો સારામાં સારે વકીલ રાખીશ અને તને સજા અપાવીશ.

(6:28 pm IST)