Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અમદાવાદ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો પરંતુ પ્રમુખપદ માટે મહિલા એસ.ટી. પદ અનામત હોવાથી કોંગ્રેસના પારૂબેન પઢાર પ્રમુખ બનશે

અમદાવાદ: ગુજરાતની 31 જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસના ફાળે બેઠક આવી હતી. ભાજપને ભલે વધુ બેઠક મળી હોય પણ પ્રમુખ તો કોંગ્રેસના જ બનશે.

અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે પણ પ્રમુખ પદ માટે મહિલા એસટી પદ છે. ભાજપ પાસે એસટી મહિલા ઉમેદવાર નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે. શાહપુર વોર્ડમાંથી પારૂબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા.

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. 21 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. 2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.

31 જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી 889 બેઠકનું પરિણામ આવી ગયુ છે. જેમાં ભાજપને 720 બેઠક જ્યારે કોંગ્રેસને 158 બેઠક મળી છે. જ્યારે અન્યના ખાતામાં 11 બેઠક ગઇ છે.

(5:06 pm IST)