Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં વિધાનસભાના કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલનો વિજયનગર તાલુકા પંચાયત બેઠકમાં પરાજય

અમદાવાદ: મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના દંડક પુત્રની ચૂંટણીમાં હાર થઈ છે.

મળતી માહિતી મુજબ વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની ચૂંટણીમાં હાર થઈ છે. અશ્વિન કોટવાલ પોતે ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમના પુત્ર વિજયનગર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

અત્રે જણાવવાનું કે 231 તાલુકા પંયાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે તેના પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ જીતશે કે કોંગ્રેસ તે જોવાનું રહેશે. આ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે.

(5:05 pm IST)