Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વડોદરાના કરજણ તાલુકાના શનાપુરા ગામમાં તબેલામાં વીજ કંપનીના અધિકારીઓએ મોટી વીજ ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા : કરજણ તાલુકાના શનાપુરા ગામે નવિનચન્દ્ર શાંતિલાલ પટેલના તબેલામાં વીજ કંપનીના અધિકારીઓએ મોટી રકમની વીજ ચોરી ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

નવિનચન્દ્ર પટેલના તબેલામાં વીજ ચોરી ઝડપી પાડવા માટે  કરજણ સબ ડિવિઝનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાતા તબેલામાં વીજળી મેળવવા માટે મીટર બાયપાસ કરી બારોબાર વીજળીની ચોરી કરાતી હોવાનું જણાયું હતું. તબેલાના માલિકે રૃા.૧૨.૦૫ લાખની ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા તેઓની સામે વીજ કંપની દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

ઉપરાંત વડોદરા નજીક નંદેસરી પાસે નવા સરકારી બોરવેલનું કામ કરતા કોન્ટ્રાક્ટર વેલજી સોરડીયા દ્વારા પણ બોરવેલના કામ માટે વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે બોરવેલના કામ માટે વીજલાઇનમાં લંગર નાંખી બારોબાર વીજળી મેળવી રૃા..૨૬ લાખની વીજ ચોરી કરી હોવાનું જણાયું હતું. વડોદરા શહેરમાં પણ વીજ કંપની દ્વારા મદનઝાંપા રોડ હનુમાન ફળિયામાં રૃા..૩૮ લાખ તેમજ પાણીગેટમાં તાઇવાડામાં રૃા.૮૧૩૦૦ની વીજ ચોરી ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી

(4:34 pm IST)