Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી, ૧૨માંથી ૯ બેઠક પર મેળવી જીત

મોડાસા, તા. ર :  ગુજરાતમાં મહાનગરપાલિકામાં ૭ બેઠક જીત્યા પછી અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ મોડાસા નગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ઓવૈસીની પાર્ટીએ મોડાસા નગરપાલિકામાં ૧૨ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી ૯ બેઠક જીતી લીધી છે. AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે. કોંગ્રેસ પાસેથી આ પદ છીનવાઇ ગયુ છે.

મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી કબજો કર્યો હતો. મોડાસામાં છેલ્લા ૨૫ વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. મોડાસા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક છે. મોડાસામાં વોર્ડ નંબર ૭ અને ૮માં પુરી પેનલ તેમજ વોર્ડ નંબર ૬માં AIMIM એક બેઠક જીતવામાં સફળ રહી હતી.વોર્ડ નંબર ૬માં ૩ કોંગ્રેસ અને ૧ ખ્ત્પ્ત્પ્ની જીત થઇ હતી.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ખ્ત્પ્ત્પ્એ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ ૨૧ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી ૭ બેઠક પર જીત મેળવી હતી. જમાલપુર વોર્ડમાં પુરી પેનલ તેમજ મકતમપુરા વોર્ડમાં ૩ ઉમેદવાર જીત્યા હતા.

(3:59 pm IST)