Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

૨૦૧૫નું નુકસાન ભાજપે વ્યાજ સાથે પૂર્ણ કર્યું

સ્થાનિક સ્વરાજ્યમાં કમળ ખીલતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંગઠનનો માન્યો આભાર

ગાંધીનગર તા. ૨ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 'આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જોવા મળ્યું છે. ૨૦૧૫માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. ૨૦૧૫માં ભાજપ ૫ જિલ્લા પંચાયતોમાં લીડ પર હતું આજે ૩૧ પંચાયતોમાં લીડ પર છે. મે ૩૧ સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ ૩૧ જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુર્ણ કરશે.'

ઉલ્લેખનીય છે કે, આજની આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં ૬૦ ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ઘર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે ૨૦૧૫માં વાતાવરણ અલગ હતું.

(3:58 pm IST)