Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નગર પાલિકાની ચુંટણીમાં આપની સફળતાથી કોંગ્રેસ નેતાઓનું આપમાં જવાનું શરૂ

સુરતમાં કાછડીયા કોંગ્રેસ છોડીને જોડાયા આપમાં

સુરત : આમ આદમી પાર્ટીને નગરપાલિકા ચુંટણીમાં મળેલ સફળતા પછી હવે હારેલા કોંગ્રેસને નેતાઓએ પક્ષ બદલવાનું શરૂ કરી દીધુ છે. મહાનગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસ ટીકીટ પર ચુંટણી લડીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયેલા દિનેશ કાછડીયાએ સોમવારે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધુ હતુ. દિનેશે કોંગ્રેસ છોડીને આપનો પાલવ પકડયો છે.

મહાનગરપાલિકા ચુંટણીમાં પક્ષને સફળતા મળ્યા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ર૬ ફેબ્રુઆરીએ સુરતના મતદારોનો આભાર વ્યકત કરવા સુરત આવ્યા હતા. થેંકયુ સુરત ટેગલાઇન સાથે રોડ શો કર્યા પછી સરથાણા જકાતનાકા ખાતે જાહેરસભા સંબોધીત કરતા કેજરીવાલે ભાજપા અને કોંગ્રેસના નેતાઓને આપમાં જોડાવાનું નિમંત્રણ આપ્યુ હતુ. કેજરીવાલના આ નિમંત્રણ સૌથી પહેલો સ્વીકાર કરીને દિનેશ કાછડીયાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા.

(4:16 pm IST)
  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રી : નિતિનભાઈ પટેલના ગઢ ગણાતા કડીમાં ભાજપનો ભવ્ય વિજય : ઉત્તર ગુજરાતમાં કડી નગર પાલિકામાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છેઃ બધી બેઠકો ભાજપે કબ્જે કરી છેઃ કુલ ૯ વોર્ડમાં ૩૬ બેઠકો છેઃ ૨૬ બેઠકો ભાજપને બિનહરીફ મળી છેઃ જયારે ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસ લડતું હતું પણ ભૂંડે હાલ પરાજીત થયો છેઃ ૨૦૧૫માં કડી નગરપાલિકામાં ભાજપને ૩૬માંથી ૨૮ બેઠક મળી હતીઃ આ વખતે તમામ ૩૬ બેઠકો મળી છે access_time 3:52 pm IST

  • કોંગ્રેસના મહિલા મંત્રી હાર્યા : ગણદેવીમાં ભાજપનો જયજયકાર : સી.આર.પાટીલના ગૃહ જિલ્લા નવસારીની ગણદેવી નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો ભાજપ જીતી ગયું છેઃ પ્રદેશ મહિલા કોંગ્રેસની પૂર્વ મહિલા કોંગ્રેસ મંત્રી જયોતિબેન દેસાઈ હારી ગયા છે access_time 3:54 pm IST

  • વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ તૂટી : ભાજપના 3 અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો access_time 1:07 pm IST