Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પાટણ પાલિકામાં ભાજપની વિજય કુચ ર૪ની ગણત્રીમાંથી રર ભાજપ, કોંગ્રેસ ફકત ર

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા.ર : પાટણ નગરપાલિકાની ચુંટણીની મતગણત્રી ચાલી રહી છે. છેલ્લે મલતા અહેવાલ મુજબ પાલિકામાં ૧૧ વોર્ડ ૪૪ બેઠકો પૈકી વોર્ડ નં. ૬, અને બેઠક ર૪ ના પરીણામો હાલ જાહેર થયા છે. અને ભાજપનો ભગવો લહેરાયો છે.અને ભાજપ સતા મેળવવા તરફ વિજયની કુચ કરી રહી છે. કુલ બેઠકો ૪૪માં જાહેર થયા ર૪ બેઠકોના પરીણામ જેમાં ભાજપે રર, અને કોંગ્રેસને ફકત બે બેઠકો જ મળી છેઅન્ય પક્ષો કે અપક્ષોને એક પણ બેઠક મળી નથી જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં પણ ભાજપની વિજયકુચ જારી છે હજુ પાંચ વોર્ડના પરીણામો આવવાના બાકી છેપણ ભાજપેસતાગ્રહણ કરે તેટલી બેઠકો મેળવી લીધી છે.

(3:11 pm IST)