Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

હવે ગરમી માટે તૈયાર રહેજો

શુક્ર- શનિ પારો ૩૮ ડીગ્રીએ પહોંચી જશે

હાલની બે દિવસ તાપમાન નોર્મલ આસપાસ બાદ તા.૭ થી ૧૧ માર્ચ ૨૦ ડીગ્રી ઉપર અને મહત્તમ તાપમાન ૩૫ થી ૩૬ ડીગ્રી આસપાસ રહેશેઃ ઉત્તર- પશ્ચિમી પવન ફૂંકાશેઃ એન.ડી.ઉકાણી

રાજકોટ, તા.૨: સત્તાવાર રીતે ઉનાળાનું આગમન થઈ ચુકયું છે. દિવસ દરમ્યાન તાપ સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કદાચ આ સપ્તાહના અંતે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાય તેવી શકયતા છે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યું હતું કે ઉત્તર- પશ્ચિમના પવન ફૂંકાશે. આશરે ૧૨ કિ.મી. કે તેનાથી વધુ ગતિએ પવન ફૂંકાશે.

હાલ સવારનું લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી ઉપર અને દિવસનું મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી આસપાસ રહેશે.

તા.૫, ૬ (શુક્ર- શનિ)ના રોજ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચી જશે. આ સિઝનમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચી જશે. આકરા તાપ સાથે ગરમીનો અહેસાસ થશે.

 જયારે તા.૭ થી ૧૧ માર્ચ દરમ્યાન લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રીની ઉપર અને મહત્તમ તાપમાન ૩૫ થી ૩૬ ડીગ્રી આસપાસ જોવા મળશે.

શ્રી ઉકાણીએ જણાવેલ કે હાલમાં પહાડી પ્રદેશ ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ સાથે બરફવર્ષા પડશે. જો કે તેની અસર સૌરાષ્ટ્ર- ગુજરાતને થવાની શકયતા નથી. પંજાબ, હરીયાણા, ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે.

(3:10 pm IST)
  • અમિત ચાવડા, ધાનાણી અને મોઢવાડિયાના ગઢમાં ગાબડા : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો અમિત ચાવડાના ગઢ આણંદ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી, દિગ્ગજ કોંગી નેતા અર્જુન મોઢવાડિયાના ગઢ સમાન પોરબંદર પંથકમાં કોંગ્રેસ ભોંભીતર થઇ ગઇ છે access_time 3:54 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ભુપતભાઈ બોદર જંગી બહુમતીથી જીતી ગયા છે access_time 11:39 am IST

  • ભાજપનો વિરાટ વિજય 'રૂપાણી' પાવર છવાયો ચારેકોર ભાજપ - ભાજપ : બપોરે ૧૨ વાગ્યે કમલમ ખાતે વિજયભાઈની હાજરીમાં ભાજપ વિજયોત્સવ ઉજવી રહ્યુ છે : ૩૧ જીલ્લા પંચાયતમાંથી ૨૮ ઉપર ભાજપ વિજયકૂચ કરી રહ્યુ છે access_time 1:00 pm IST