Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સોમવારથી ઘઉં માટે નોંધણી : ૧૬ મીથી ટેકાના ભાવે ખરીદી

કવીન્ટલનાં ભાવ રૂ. ૧૯૭૫ : કુલ ૧.૫૦ લાખ મેટ્રિક ટન ખરીદીનો સરકારનો લક્ષ્યાંક : ૨૯૯૮ હેકટરમાં વાવેતર

રાજકોટ,તા. ૨: રાજ્ય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે આવતા સોમવારથી ઓનલાઇન નોંધણી શરૂ થનાર છે. નવા ઘઉંની આવક બજારમાં શરૂ થઇ ગઇ છે. આ વખતે રાજ્યમાં ૨૯૯૮ હેકટરમાં વાવેતર થયેલ. ઘઉંનુ પુષ્કળ ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે તેની અસર ખુલ્લા બજારના ભાવો પર પડે અને ખેડૂતોને ફાયદો થાય તેવી આશા છે.

ઘઉંનો રવિ સિઝન ૨૦૨૧-૨૨ ટેકાનો ભાવ રૂ. ૧૯.૭૫ પ્રતિ કિલો / રૂ. ૧૯૭૫ પ્રતિ કવીન્ટલ નક્કી થયો છે. લક્ષ્યાંક ૧,૫૦,૦૦૦ મે.ટન ખરીદીનો સરકારનો લક્ષ્યાંક છે. રજીસ્ટ્રેશન તા. ૫/૩/૨૦૨૧થી તા. ૩૧/ ૩/૨૦૨૧ સુધી નિયત કરેલ છે. ખરીદીનો સમયગાળો તા. ૧૬/૨/૨૦૨૧થી તા. ૩૧/૫/૨૦૨૧ (૭૫ દિવસ) સુધી નિયત કરવામાં આવેલ છે.

જયુટ કમિશનર, કલકતાને ૨૦ લાખ બારદાનનું ઇન્ડેન્ટ આપેલ છે. રૂ. ૧૩ કરોડથી રકમ અગાઉથી જમા કરેલ છે. તદઉપરાંત ૧૦ લાખ બારદાન (pp Bags)  Gem portal ઉપર ટેન્ડર અપલોડ કરવામાં આવેલ છે.

(10:41 am IST)