Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વડોદરાના રાજવી ટાવરમાં કૃપા જવેલર્સમાં હુમલો કરીને લાખોના દાગીનાની લૂંટ કરનારને યુપીથી દબોચી લેવાયો

ક્રાઇમ બ્રાન્ચની બે ટીમોએ યુપીમાં પહોંચી હતી : 72 કલાકમાં જ લુંટનો ભેદ ઉકેલાયો

વડોદરા : શહેરના જૂના પાદરા રોડ સ્થિત રાજવી ટાવરમાં આવેલી માં કૃપા જ્વેલર્સમાં ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ સોની ઉપર જીવલેણ હુમલો કરી લાખોના દાગીનાની લૂંટ કરવામાં  આવી હતી. જીવલેણ હુમલો કરી લાખોના સોના-ચાંદીના દાગીના લૂંટી જનાર શખ્સને પકડવા શહેર પોલીસ સહિતની તમામ બ્રાન્ચ કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની કડી મળતા બે ટીમો ઉત્તરપ્રદેશ જવા રવાના થઇ હતી. અને 72 કલાકમાં જ લુંટનો ભેદ ઉકેલાયો હતો.

જૂના પાદરા રોડ સ્થિત રાજવી ટાવરમાં રાજેશભાઇ સોની 'માં કૃપા જ્વેલર્સ' નામની દુકાન ધરાવે છે. ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ રાજેશભાઇ પોતાની દુકાને હાજર હતા.

ત્યારે સવારે 11-30 વાગ્યાના અરસામાં કાળા રંગનુ શર્ટ પહેરી માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી એક શખ્સ તેમની દુકાનમાં આવ્યો હતો. લૂંટના ઇરાદે આવેલા શખ્સે તેની પાસેના ધારદાર ચપ્પુ વડે રાજેશભાઇના ગળા ઉપર ચારથી પાંચ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેઓ અર્ધબેભાન થઇ નિચે ઢળી પડ્યા હતા. ત્યારબાદ લૂંટરૂએ દુકનામાં પડેલા લોહીના ડાઘાની સાફ સફાઇ શાંતિપૂર્ણ રીતે કરી અને બાદમાં દુકાનના ડીસ્પ્લેમાં મૂકેલા અંદાજીત 20થી 25 લાખના સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયો હતો

દિપક લૂંટ કર્યા બાદ રાત્રે અંદાજીત 9-30 વાગ્યા સુધી તેના ઘરની (વાઘોડીયા રોડ) આસપાસ રખડ્યો હતો. ત્યારબાદ તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં રાજસ્થાનથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાં દિપક ચઢી ગયો હતો. ઉત્તરપ્રદેશના અલાહાબાદ નજીક પ્રતાપગંજ ખાતેના દેલ્હુપુર ગામમાં પોતાની સાસરીમાં આશરો લેવા માટે પહોંચ્યો હતો. જોકે આજ ગામમાં તેનુ પોતાનુ પણ ઘર આવેલુ છે. પરંતુ પોલીસની બીકે દિપક પોતાનુ ઘર હોવા છતાં સાસરીમાં આશરો લીધો હતો. જે રીતે રાજવી ટાવરમાં લૂંટની ઘટના બની હતી. તેનાથી પોલીસને દિપકનો અંદાજો આવી ગયો હતો. ઉત્તરપ્રદેશ અને તેના જ ગામમાં પહોંચેલી પોલીસને જોઇ સર્તક થઇ ભાગી છુટે તેવી પરિસ્થિતિ હતી. જેથી પોલીસે અલાહાબાદ પહોંચતા જ સ્થાનિક પહેરવેશ ધારણ કરી દેલ્હુપુર ગામમાં એન્ટ્રી લીધી હતી. આ સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાડીની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી

અંદાજીત 12 કલાક સુધી હિન્દી ભાષામાં વાતો કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિપક મિશ્રાની રેકી કરી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિપકની સાસરીમાં ઘૂસતા જ તે ભાગ્યો હતો. અંદાજીત 300 મીટર સુધી ખેતરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. લૂંટ કરવા માટે દિપક મિશ્રાએ 22 દિવસ સુધી માં કૃપા જ્વેલર્સની રેકી કરી હતી શહેરમાં ચકચાર મચાવનાર લૂંટની આ ઘટનાનો ભેદ માત્ર 72 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.

ત્યારે ઉત્તરપ્રદેશથી ઝડપાયેલા લૂંટારૂની ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, દિપક મિશ્રા સયાજીપુરા ખાતે શાકભાજીનો વેપાર કરે છે. રાજેશ સોનીને લૂંટવા માટે દિપકએ 22 દિવસ સુધી સતત રેકી કરી હતી. જેમાં રાજેશ સોનીની તમામ હીલચાલ પર તેની ચાંપતી નજર હતી. ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ તક મળતાની સાથે જ દિપક પત્ની માટે ચેઇન ખરીદવાના બહાને દુકાનમાં ઘૂસી ગયો હતો.

દિપક લૂંટના ઇરાદે જ દુકાનમાં ઘૂસ્યો હતો. જેથી તેણે અગાઉથી રૂ. 60નુ ચપ્પુ ખરીદી લીધુ હતુ. દુકાનમાં અડધો કલાક સુધી દાગીના જોયા બાદ તક મળતા જ દિપકે રાજેશભાઇ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી

(12:48 am IST)
  • ત્રણ રાજ્યોમાં આજથી નવા ચીફ સેક્રેટરી કાર્યરત બન્યા છે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી તરીકે સીતારામ કુંતે, બિહારના ચીફ સેક્રેટરી તરીકે અરુણ કુમાર સિંઘ અને કેરાળાના મુખ્ય સચિવ તરીકે ડોક્ટર વી પી જોય એ ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ બે અધિકારીઓ ૧૯૮૫ની બેચના છે જ્યારે ડો. જોય ૧૯૮૭ની બેચના છે. access_time 7:42 pm IST

  • ભારતમાં કોરોના કેસો ફરી ઘટી ગયા : છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર કેસ નોંધાયા છે. જ્યારે ૯૧ મૃત્યુ થયા છે અને ૧૨ હજાર સાજા પણ થયા છે: અમેરિકામાં આજે નવા ૫૩ હજાર કેસ નોંધાયા: બ્રાઝિલમાં પણ ૩૮ હજાર કેસ નોંધાયા છે: યુનાઇટેડ આરબ અમીરાતમાં કેસોમાં ઘટાડો થયો છે અને ૨૫૨૬ નવા કેસ નોંધાયા છે: રશિયામાં ૧૧ હજાર ઇંગ્લેન્ડમાં અને જર્મનીમાં ૫ હજાર નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૧૦, ચીનમાં ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કેસ નોંધાયા access_time 11:45 am IST

  • ક્ચ્છની ગાંધીધામ તા.પં. ફાઇનલ પરિણામો જાહેર :16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત :કોંગ્રેસને 3 અને આપને 1 બેઠક મળી :. જિ.પં.ની બે બેઠક પણ ભાજપને ફાળે access_time 12:17 pm IST