Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કાલે રાજ્યની જિલ્લા,તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી: 22216 ઉમેદવારોના ભાવિ ખુલશે

અમદાવાદ : ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી રવિવારે યોજાઇ હતી. આ ચુંટણીઓની મતગણતરી આવતીકાલે મંગળવારે સવારથી જ શરૂ થઇ જશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન અંદાજે 60.44 ટકા થયું છે. જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 61.83 ટકા અને નગરપાલિકાનું અંદાજે 53.07 ટકા મતદાન થયું હોવાની માહિતી મળવા પામી છે. ગુજરાતના 22216 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા હતા

(11:02 pm IST)