Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

બુધવારે નાણાંમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરશે

નીતિનભાઈ પટેલ ત્રીજી માર્ચનાં રોજ નવમી વાર ગુજરાતનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાનાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્ર બત્રીસ દિવસ સુધી ચાલશે. ત્યારે બજેટ સત્રનાં આરંભે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાનાં આઠમાં સત્રનાં પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને સાત પૂર્વ દિવંગત ધારાસભ્યોને ભાવસભર અંજલિ આપી હતી. 

   બજેટસત્ર અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લવજેહાદનાં શેતાનને નાથવા અનેક રાજ્ય સરકારો કાયદો લાવી છે. ત્યારે સત્ર દરમિયાન આંતર ધાર્મિક લગ્નો કે બળજબરીથી ધર્મ પરિવર્તનનાં ઇરાદાથી કરાતા લગ્નો અટકાવવા તેમજ સખત સજાની  જોગવાઈ કરતો કાયદો રાજય સરકાર લાવશે. આ માટે ધર્મ સ્વાતંત્રનાં કાયદામાં સુધારો કરીને લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લેવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે અને રાજ્યનાં નાણામંત્રી નીતિનભાઈ પટેલ ત્રીજી માર્ચનાં રોજ નવમી વાર ગુજરાતનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે.

(10:10 pm IST)