Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ડીસામાં કૂતરું આડું ઉતરતા છકડો રીક્ષાપલ્ટી ખાઈ જતા વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત :ત્રણ ઘાયલ

બનાસકાંઠામાં પશુઓના કારણે અકસ્માત વધ્યા છે  ડીસા તાલુકામાં જાવલ ગામથી ડીસા શહેર તરફ જઈ રહેલા છકડા રીક્ષા સામે અચાનક રસ્તા પર કૂતરુ આડુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. કૂતરાને બચાવવા જતા છકડો પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલા ચાર લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા વિનુબેન હીરીજીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું.

(11:56 pm IST)