Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અમદાવાદમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો :એક્ટીવામાંથી થેલો આંચકી લૂંટારુઓ થયા ફરાર

પાન પાર્લર પર મસાલો લેવા ગયા ત્યારે સોનાની જણસોવાળા પાર્સલો તથા બે કિલો ચાંદી મળી આશરે 27 લાખના દાગીનાની કિંમતી જણસો ભરેલ થેલો લુંટાયો

અમદાવાદમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી સોનાની જણસોવાળા પાર્સલો તથા બે કિલો ચાંદી મળી આશરે 27 લાખના દાગીનાની કિંમતી જણસો ભરેલ થેલો આંચકી અજાણ્યા ઇસમો નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે.

 

ફરિયાદીએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર દેવાભાઇ મસાજી ઠાકોર જે અમૃતભાઇ કાન્તિલાલ એન્ડ કુ. નામની આંગડીયા પેઢી જેની મુખ્ય ઓફીસ ઘાંચીની પોળ અમદાવદામાં આવેલ છે. તેના ડિલવરી મેન તરીકે કામ કરે છે. સાથે કનુભાઇ ચમનભાઇ પ્રજાપતિ બન્ને જણા કંપનીની એક્ટીવા પર પાર્સલોના થેલા લઇને માણેક ચોક મેઇન ઓફીસે જવા નીકળ્યા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર એક્ટીવા હુ ચલાવતો હતો અને મારે મસાલો ખાવો હતો તેથી અમારી ઓફીસની સામેના ભાગે આવેલ રોડ ઉપર સોનલ પાનપાર્લર પર એક્ટીવા ઉભુ રાખ્યુ હતુ. અને કનુભાઇ પાન પાર્લર પર મસાલો લેવા ગયા હતા. તે દરમ્યાન બે અજાણ્યા બાઇસ સવાર આશરે 20 થી 25 વર્ષના હોય શકે.તેમાંથી પાછળ બેઠેલ ઇસમે મારી એક્ટીવાના આગળના ભાગે રાખેલ પાર્સલવાળો કિંમતી જણસોવાળા પાર્સલો ભરેલ થેલો આચકી લઇ મોટર સાયકલ પર ભીમજીપુરા તરફ નાસી ગયા હતા.

 

અમે તેમનો પીછો કર્યો હતો. પરંતુ તે પકડાયા ન હતા અને નાસી છુટ્યા હતા. જેથી મે અમારી કંપનીના મેનેજર શૈલેષભાઇને ફોનથી બનાવની જાણ કરી હતી.થેલામાં કુલ અલગ-અલગ આઠ પાર્સલ હતા તે તમામ પાર્સલોમાં સોનાની જણસો આશરે કિંમત રૂપિયા 27,02,000ના હતા. આ મોટર સાયકલ ચાલકે કાળા કલરના કપડા પહેર્યા હતા અને મોઢુ કપડાથી બાંધેલ હતુ જ્યારે પાછળ બેસેલ ઇસમે સફેદ કલર જેવુ ટોપીવાળુ જેકેટ પહેર્ય હતુ. તેથી આ બન્ને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ તપાસ કરવા જણાવ્યુ હતુ.

(10:59 pm IST)