Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આગળની ટ્રક રિવર્સમાં આવતા ચાલકે કારમાંથી ઉતરી બ્રિજ પરથી કૂદકો મારતા મોત

કાર ચાલકે ઘભરાઈને કારમાંથી ઉતરી એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજ પરથી કૂદકો મારતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુમાંડ ચોકડી આગળ અમદાવાદ તરફ જતા બ્રિજ પર આગળ ચાલતી ટ્રક અચાનક રિવર્સમાં આવતા ચાલકે કારમાંથી ઉતરી બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. આ સમગ્ર ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કાર ચાલકનું મૃતદેહ વધુ તપાસર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

 

વડોદરા પાસેથી નેશનલ હાઇવે તથા એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. સરકાર દ્વારા સડક સુરક્ષાના લાખ પ્રયાસો છતાં અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. પરંતુ આજે એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે ઘભરાઈને કારમાંથી ઉતરી એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

  ઘટના અંગે પ્રાપ્ત વિગતો હમીદમિયા હબીનમિયા મલેક (ઉ.35) (રહે- આમલી ફળિયું, દહેગામ, ગાંધીનગર) (મૂળ રહે. લવાડિયા ફળિયું, દહેગામ) આજે ઇનોવા કાર લઈને દુમાંડ ચોકડી તરફથી બ્રિજ પરથી થઈ ને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યાંથી પસાર થતા દરમીયાન સાંજે 6: 14 કલાકના અરસામાં તેમની કારની આગળ જતી ટ્રક અચાનક રિવર્સમાં આવી હતી. જેને તેઓ ગભરાઈ ગયા હતા. અને કારમાંથી બહાર નીકળીને ગભરાહટમાં તેઓએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. કૂદકો મારતા તેઓ નીચે પટકાયા હતા. જ્યાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સમાં પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

(10:44 pm IST)