Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સુરતમાં મોટર એક્સિડન્ટ કેસમાં વળતર નહીં ચૂકવવા બદલ પૂર્વ ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો આદેશ

24 લાખ 19 હજારની મિલકતો જપ્ત કરવા વોરન્ટ રિ-ઇશ્યૂ કરાયો : અરજદારના વકિલે મિલકત જપ્તી માટે અરજી કરી હતી

સુરતમાં મોટર એક્સિડન્ટ કેસમાં વળતર નહીં ચૂકવવા બદલ કામરેજના પૂર્વ ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. 24 લાખ 19 હજારની મિલકતો જપ્ત કરવા વોરન્ટ રિ-ઇશ્યૂ કરાયો છે. અરજદારના વકિલે મિલકત જપ્તી માટે અરજી કરી હતી. મૃતકના પરિવારે કોર્ટમાં અકસ્માત વળતર મામલે કેસ કર્યો હતો. જેમાં કોર્ટે 24 લાખ 75 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. કોર્ટના આદેશનું પાલન નહીં થતા અરજદારના વકીલે ફરી અરજી કરી હતી જે બાબતે કોર્ટે ફરી મિલકત જપ્તી માટે આદેશ કર્યો હતો.

   વી.ડી.ઝાલાવાડિયાએ અગાઉ કોર્ટના વળતરના આદેશનું પાલન ન કર્યું હતું જેને લઈ કોર્ટે મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. મૃતકના પરિવારે 31 લાખનું વળતર માંગ્યું હતું, જેમાં કોર્ટએ ઝાલાવડીયાના પરિવારને 15.49 લાખનું વળતર ચૂકવાવ આદેશ કર્યો હતો. વળતરવાળી વાતને સાત મહિના થઈ ગયા હોવા છતાં પણ વી.ડી. ઝાલાવડીયાએ વળતર ચૂકવ્યા નહીં હોવાથી કોર્ટમાં મિલકત જપ્તી માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજૂર કરી આપી હતી.

   સુરતના કામરેજના ભાજપના પૂર્વ ધારાસભ્ય વી ડી. ઝાલાવાડિયાની માલિકીનો ટ્રક 22 ફેબ્રુઆરી 2016ની રાત્રે પૂના સીમાડા કેનાલ રોડની જમણી બાજુએ પાર્ક કરવામાં આવ્યો હતો. આ ટ્રકના  ડ્રાઈવરએ ટ્રક ઊભો રાખીને કોઈ તકેદારી દાખવી ન હતી. ટ્રકની સિગ્નલ બ્રેક લાઈટ પાર્ક કર્યા બાદ ઈન્ડીકેટર પણ ચાલુ કરવામાં આવ્યું ન હતું અને રિફ્લેક્ટર બોર્ડ પણ લગાવ્યું ન હતું અને ડ્રાઈવર ત્યાંથી નીકળી ગયો હતો. આ ટ્રક સાથે બાઇક અથડાતાં વ્યક્તિનું અવસાન થયું છે

(10:06 pm IST)