Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બોડેલી નજીક સુસ્કાલ ગામેં દીપડાએ બે વર્ષના માસૂમ બાળકને મારી નાખ્યો :ગ્રામજનોમાં દહેશત

ભાઈના ખોળામાં તેનો બે વર્ષનો ભાઈ રમી રહ્યો હતો. ત્યારે અચાનક દીપડો ખેતરમાં આવી બાળકને ખેંચીને લઈ ગયો

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા સુસ્કાલ ગામેં દીપડા એ બે વર્ષના માસૂમ બાળકને મારી નાખતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે, ગામના લોકો માનવ ભક્ષી દીપડાના ડરથી એવા તો ડરી ગયા છે કે ગામમાં એકલા નીકળી શકતા નથી .ગામના પશુ ધનને બચાવવા તે રાત્રિના સમયે ચોકી-ફેરો કરી રહ્યા છે.

 આ સમગ્ર ઘટના મુજબ મુલધર ગામનું એક પરિવાર પોતાના ખેતરની માવજત માટે ખેતરે ગયું હતું. ભાઈના ખોળામાં તેનો બે વર્ષનો ભાઈ રમી રહ્યો હતો. તે જ દરમિયાન અચાનક દીપડો ખેતરમાં આવી બે વર્ષના બાળકને ખેંચીને લઈ ગયો હતો.

આ બાળકને બચાવવા માટે તેનું પરિવાર બૂમો પાડતા પાછળ દોડ્યું .બૂમો સાંભળી ગામના અન્ય લોકો પણ દોડ્યા હતા. લોકોની બૂમો સાંભળી દીપડાએ બાળક ને છોડી દીધું હતું. પરિવાર બાળક પાસે પહોંચ્યું ત્યારે બાળકનું મોત થઈ ગયું હતું. આ બનાવને લઈ પરિવારમાં અને ગામમાં માતમ છવાયો છે. ગામના લોકો અને પરિવારજનો દીપડાને વન વિભાગ જલ્દી પકડી પાડે તેવી માંગ કરી રહ્યા છે.

(7:05 pm IST)