Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજ્યમાં વીજ ચેકિંગ મેગા ડ્રાઈવમાં 404 કેસો કરાયા : 272.74 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો

સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન :દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

અમદાવાદ : રાજ્યમાં વીજ ચોરી કરનારા પર પોલીસ વિભાગ અને જીઇબી દ્વારા તવાઈ બોલાવાઇ રહી છે,સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયેલા વીજ ચેકિંગ મેગા ડ્રાઈવમાં કુલ 404 કેસો કરવામાં આવ્યા છે. આ દરમ્યાન કુલ ક 2,195 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી છે. તેમજ કુલ 272.74 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં જીઇબીની કુલ 157 ટીમો કામે લાગી હતી.

(7:01 pm IST)