Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાધનપુર - સમી હાઇવે માર્ગ પર કાર અને ટ્રક વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એકનું મોત

ભાભરથી અમદાવાદ જઇ રહેલા પરિવારને અકસ્‍માત નડતા અને એક સભ્‍યનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ

(જયંતીભાઈ ઠકકર દ્વારા)પાટણ તા.૨ : પાટણના હાઇવે માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્‍માતની ઘટનાઓ વધી રહી છે.

જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી રહી છે ત્‍યારે વધુ એક માર્ગ અકસ્‍માતનો બનાવ બુધવારના રોજ રાધનપુર સમી હાઇવે માર્ગ પર કાર અને ટ્રક વચ્‍ચે સર્જાતા કારમાં બેઠેલ એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે મોત નીપજતા અરેરાટી વ્‍યાપી છે.

(10:23 am IST)