Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

આગામી સત્રમાં સરકાર પેપરલીક કાંડ અંગે કડક કાયદો લાવશે: ઋષિકેશ પટેલ

જુનિયર ક્લાર્કની રદ થયેલી ભરતી પરીક્ષા આગામી 100 દિવસમાં લેવાશે. પરીક્ષા પદ્ધતિમાં રહેલી ખામીઓને પણ દૂર કરાશે.

અમદાવાદ ; ભરતી પરીક્ષામાં પેપરલીક કાંડને રોકવા ગુજરાત  સરકાર કટિબદ્ધ છે. આગામી સત્રમાં આ અંગે કડક કાયદો લાવવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલજણાવ્યું કે પેપર ચોરી જેવા ગુનાઓ રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. જુનિયર ક્લાર્કની રદ થયેલી ભરતી પરીક્ષા આગામી 100 દિવસમાં લેવાશે. પરીક્ષા પદ્ધતિમાં રહેલી ખામીઓને પણ દૂર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ કડક કાયદાની માંગ થઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ગુજરાત સ્ટેટ લૉ કમિશને રાજ્ય સરકારમાં સબમિટ કરેલ રિપોર્ટ જારી કરતા રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ પર પ્રશ્નો સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટમાં પેપરલીક ઘટનાઓ અટકાવવા માટે કડક કાયદાની ભલામણ કરવામાં આવી છે.

(10:29 pm IST)