Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

મહેસાણા પંથકના વધુ એક પાટીદાર નેતા ભાજપમાં?

અમદાવાદ, તા.૨: આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ તેઓ ભાજપમાં જોડાઇ રહ્યાની અટકળ વચ્ચે મહેસાણા પંથકના એક દિગજજ પાટીદાર નેતા અને કોગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઇ રહ્યાંની ચર્ચાએ જોર પકડયું છે.

ચર્ચાતી વિગત મુજબ આ માહિતીનાં કારણે અનેક અટકણો ચર્ચાઇ રહી છે. લોકોનું માનવું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જશે. હાલ તો આવી ચર્ચાઓ જ સામે આવી રહી છે. સાચું કારણ તો તેઓ જયારે સામે આવશે ત્યારે જ ખબર પડી શકે છે. સમર્થકો રહી રહ્યાં છે કે, 'તેઓ અંગત કારણોનાં લીધે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.

(3:52 pm IST)