Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

નવદીક્ષિત ૨૮ સાધ્વીરત્નાઓનો સોમવારે પ્રવજયા પાવનોત્સવ વડોદરામાં ઉજવાશે

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.નાં શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનાર

રાજકોટઃ તા.૨,  રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં પરમ શરણમાં દીક્ષિત થયેલા અને પૂજય શ્રી મુકત-લીલમ -વીર ગુરુણીનાં સાંનિધ્યે શિક્ષીત થયેલા આવા ૨૮-૨૮ સાધ્વીરત્નાઓનો ડાઙ્ખ.પૂજય શ્રી ડોલરબાઈ મ.સ.નાં સાંનિધ્યે પ્રવ્રજયા પાવનોત્સવ તા. ૪ને સોમવારે સવારે ૯ કલાકે શ્રી વર્ધમાન સ્થા.જૈન સંઘ- પાવનધામ, હાથીનગર, દિવાળીપુરા, ઓલ્ડ પાદરા રોડ, વડોદરાનાં  આંગણે  આયોજિત કરવામાં આવ્યો છે.

 ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરેલા ૨૮ સંયમી આત્માઓ- પૂજય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી,પૂજય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સમાધિજી મહાસતીજી, પૂજય શ્રી પરમ તપસ્યાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ દિવ્યતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ મિત્રાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ અનન્યાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ પ્રતિષ્ઠાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ  કૃપાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ વિરકતાજી મહાસતીજીની પાંચમી દીક્ષા જયંતિ તેમજ ૩ વર્ષની દીક્ષા પર્યાય ધરાવનાર પૂજય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સન્મિત્રાજી  મહાસતીજી, પૂજય શ્રી પરમ આમન્યાજી  મહાસતીજી, પૂજય શ્રી પરમ સાંનિધ્યાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ જુતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજીની તૃતિય દીક્ષા જયંતિ તેમજ પડઘા-પરમધામના આંગણે ૦૪.૦૨.૨૦૧૮ ના શુભ દિને સંયમ અંગીકાર કરનાર નવદીક્ષિત સાધ્વીજીઓ- પૂજય શ્રી પરમ અર્પિતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ અનુભૂતિજી મહાસતીજી, પૂજય શ્રી પરમ જિનવરાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ શ્રુતિકાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ પ્રભુતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સાત્વિકાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ વિભૂતિજી મહાસતીજી, પૂજય શ્રી પરમ ગરિમાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ આત્મિકાજી મહાસતીજીની પ્રથમ દીક્ષા જયંતિ અવસરે સંયમ શુભેચ્છા અવસર  હર્ષોલ્લાસ વ્યાપી  ગયો છે.

સંયમ જીવનના ૧ વર્ષ, ૩ વર્ષ અને ૫ વર્ષ માટે અંતરભાવોની અભિવ્યકિત કરતાં મહાસતીજીઓને મળેલી હિતશિક્ષા અને સંયમજીવનના અનુભવોનું શ્રવણ કરીને સંયમ ધર્મ પ્રત્યે અહોભાવ વ્યકત કરવાનાં આ પાવન અવસરે સર્વને પધારવા   આમંત્રણ  પાઠવાયું છે

(12:08 pm IST)