Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વધારાના કરવેરા વિનાનું ૬૯૯૦ કરોડનું બજેટ...

રેવેન્યુ ખર્ચમાં ૩૦૦ કરોડનો વધારો કરાયો

        અમદાવાદ, તા. ૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૬૫૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૪૯૦ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું કુલ રૂ.૬૯૯૦ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં રૂ.૩૦૦ કરોડ અને વિકાસના કામોમાં રૂ.૧૯૦ કરોડ મળીને કુલ રૂ.૪૯૦ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. વળી, મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેકેસમાં જંત્રી આધારિત ૫૦ ટકા રાહત પાછી ખેંચાઇ હતી, તેમાં ૨૫ ટકાની રાહત ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે શહેરના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રૂ.૩૫ કરોડની રાહત મળવાનો અમ્યુકો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ જાણકારોના મતે, વાસ્તવમાં રૂ.૮૦થી ૮૫ કરોડનો બોજો નાગરિકો પર પડવાની સંભાવના છે. અમ્યુકો સત્તાધીશોના મતે, શહેરમાં ૬.૩૫ લાખ મિલકતોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સની આકારણીમાં અસર થશે પરંતુ વાસ્તવમાં આઠ લાખથી વધુ પ્રોપર્ટીને તેની અસર થશે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર થશે. વધારાના કરવેરા વિનાનું બજેટના આંકડા નીચે મુજબ છે.

વિગત

મ્યુનિ.કમિ.ની દરખાસ્ત

વધારો

સ્ટેન્ડીંગ કમીટીમાં તૈયાર બજેટ

રેવન્યુ ખર્ચ

રૂ.૩૨૦૦ કરોડ

રૂ.૩૦૦ કરોડ

રૂ.૩૫૦૦ કરોડ

વિકાસના કામો

રૂ.૩૩૦૦ કરોડ

રૂ.૧૯૦ કરોડ

રૂ.૩૪૯૦ કરોડ

કુલ બજેટ

રૂ.૬૫૦૦ કરોડ

રૂ.૪૯૦ કરોડ

રૂ.૬૯૯૦ કરોડ

(8:06 pm IST)