Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમ્યુકોના બજેટ પર નજર

ઇલેક્ટ્રીક વાહનોને વેરામાં ૫૦ ટકા રાહત

        અમદાવાદ, તા. ૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૬૫૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૪૯૦ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું કુલ રૂ.૬૯૯૦ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં રૂ.૩૦૦ કરોડ અને વિકાસના કામોમાં રૂ.૧૯૦ કરોડ મળીને કુલ રૂ.૪૯૦ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. વળી, મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ હાઈલાઇટ્સ નીચે મુજબ છે.

*    ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો

*    સામાન્ય વેરામાં કોઇ જ વધારો નહી

*    વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઇ જ વધારો નહી

*    વાહનવેરાના દરમાં કોઇ જ વધારો નહી

*    સને ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનું કુલ ૬૯૯૦ કરોડનું અંદાજપત્ર

*    શહેરના વિકાસ કામો માટે ૩૪૯૦ કરોડની ફાળવણી

*    સ્ટેન્ડીંગ કમીટીએ સૂચવેલા ૪૯૦ કરોડના વધારા

*    જંત્રી આધારિત પ્રોપર્ટીટેક્સમાં ૨૫ ટકાની રાહત ચાલુ રખાઇ

*    ઇલેક્ટ્રીક વાહનોને વાહનવેરામાં ૫૦ ટકા રાહત

*    નરોડા પાટિયા ફલાયઓવર બ્રીજ માટે ૧૦ કરોડ

*    કાલપુર, કુબેરનગર અને વાસણા પિરાણા પુલના કામ માટે ૨ કરોડ

*    નવી ટીપી સ્કીમમાં આરસીસી રોડ માટે ૧૫ કરોડ

*    સિવિલ હોસ્પિટલ અને જગન્નાથમંદિર-જમાલપુરને વિકસાવવા માટે ૧૦ કરોડ

*    એલજી હોસ્પિટલમાં વધારાના માળ બનાવવા પાંચ કરોડ

*    રોડ પ્રોજેકટની કામગીરી માટે ૨૦ કરોડ

*    પૂર્વમાં નરોડા ખાતે ૧૦ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૧૦ કરોડ

*    ઝીરો બજેટ હેડ હેઠળ ફાળવણી ૧૪.૬૫ કરોડ

(8:04 pm IST)