Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમદાવાદમાં રિસોર્ટ-હોટલનું સભ્યપદ અપાવવાના બહાને દંપતિ સાથે અડધા લાખની છેતરપીંડી

અમદાવાદઃ અમદાવાદમાં નવા રિસોર્ટ-હોટલનું સભ્યપદ આપવાના બહાને દંપતી સાથે અડધા લાખની છેતરપીંડી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયાના અગ્રવાલ ટાવરમાં શીતલબહેન રસેશભાઇ શાહના પતિ રસેશભાઇ કેમિકલ એન્જિનિયરિંગનો વ્યવસાય કરે છે. ૨૩ જાન્યુઆરીના રોજ શીતલબહેન તેમના પતિ સાથે હિમાલયા મોલમાં ફિલ્મ જોવા ગયાહતા. દરમિયાનમાં મોલમાં જર્નિસ બાઇ જુકાસો નામની એડ્વર્ટાઇઝિંગ કંપનીની માર્કેટિંગ કરતી યુવતીએ એક કાર્ડમાં મોબાઇલ નંબર લખાવ્યો હતો.

બીજા દિવસે રસેશભાઇના મોબાઇલ પર ફોન આવ્યો હતોકે તમારો નંબર લકી ડ્રોમાં સિલેકટ થયો છે અને અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર અમારી કંપની હોટલ લોન્ચ કરનાર હોઇ તેની મેમ્બરશિપ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો છે. ૨૬મી જાન્યુઆરીના રોજ પંચવટી વિસ્તારમાં શિવાલિક-૩ ખાતે આવેલી જર્નિસ રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં રસેશભાઇ અને શીતલબહેન ગયા હતા. ત્યાં તેમને વિવેકરાય નામની વ્યકિત મળી હતી.

સેમિનારમાં અન્ય ૧૫ થી ૨૦ કપલ પણ ભાગ લેવા માટે આવ્યા હતા. ઉદય પ્રકાશ અને વિવેકરાય નામની વ્યકિતએ કંપનીનો પરિચય આપી અલગ અલગ પેકેજની માહિતી આપી હતી.દોઢ લાખના પેકેજને ૫૬ હજારમાં આપવાનું જણાવ્યું હતું. મેમ્બર શિપના બહાને એસબીઆઇના ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ.૫૬ હજારનું પેમેન્ટ કરાવીને ટર્મ્સ એન્ડ કંડિશનની જણાવ્યા મુજબની કોઇપણ કંડિશન ન હોવાથી રસેશભાઇએ પૈસા પરત આપવા જણાવ્યું હતું પરંતુ કંપનીના માણસોએ ગલ્લાંતલ્લાં કર્યા હતા.

(7:11 pm IST)