Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમદાવાદમાં પિતા દ્વારા સંતાનોની હત્યાના પ્રયાસનો મામલો:પાંચ વર્ષની પુત્રીનું મોત:બનાવ હત્યામાં પલટાયો

સોના-ચાંદીના સટ્ટામાં બરબાદ થયેલા સોની યુવકે પોતાના બે માસૂમ સંતાનોનું ગળેટુંપો આપી હત્યાનો પ્રયાસ કરેલો :આઠ વર્ષનો પુત્ર પ્રીત સારવારમાં

 

અમદાવાદ ;શહેરના ઘાટલોડિયા સોલા રોડ પર રહેતા અને સોના-ચાંદીના સટ્ટામાં બરબાદ થયેલા સોની યુવકે પોતાના બે માસૂમ સંતાનોની ગળેટુંપો દઈને હત્યાનો પ્રયાસ કરતા વર્ષીય પુત્રીનું સારવાર દરમિયાન મોત નિપજયું છે બાળકીનું મોત નિપજતા ઘાટલોડીયા પોલીસે તેના પિતા જીજ્ઞોશ સોની સામે હત્યાની કલમ ઉમેરવા અદાલતને રિપોર્ટ કર્યો છે જયારે પુત્ર પ્રિત હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  અંગેની વિગત મુજબ ઘાટલોડીયા સોલા રોડ આકાશ ગંગા એપાર્ટમેન્ટ ખાતે જીજ્ઞોશ રતિલાલ સોની અગાઉ માણેકચોકમાં ભાડાની દુકાનમાં દાગીના બનાવવાનું કામ કરતો હતો. રાતો રાત કરોડપતિ બની જવા માટે જીજ્ઞોશ સોનીએ પાંચેક વર્ષ અગાઉ કોમોડિટીમાં સોના-ચાંદીનો સટ્ટો રમવાનું શરુ કર્યું હતું. ત્રણેક વર્ષ અગાઉ જીજ્ઞોશને એક કરોડ જેટલું નુકસાન આવતા દેવું ભરપાઈ કરવા તમામ મિલકતો વેચી દેવી પડી હતી. ભાડાના ઘરમાં રહેતા જીજ્ઞોશ સોનીના પત્ની પાયલબહેને પતિને ટેકો થાય તે માટે બ્યુટી પાર્લર શરુ કર્યું હતું.આમ છતાં જીજ્ઞોશ કોઈ કામધંધો નહી કરતા દંપતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.ગઈકાલે જીજ્ઞોશ સોનીએ તેની પત્નીની ગેરહાજરીમાં ઘર બંધ કરી વર્ષના પુત્ર પ્રિત અને પુત્રી પલનું ગળુ દબાવી શ્વાસ રુંધી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને રંગેહાથ ઝડપાઈ ગયો હતો

(9:03 am IST)