Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટિમેન્ટલ'નું ટ્રેલર લોન્ચઃ ૧૭મીએ રીલિઝ

(કેતન ખત્રી) અમદાવાદઃ માયશા ફિલ્મ, મોરી ગ્રુપ અને સીઝારા સીનેઆર્ટ સ્ટુડિયો દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ ''બાબુભાઈ સેન્ટિમેન્ટલ''નું ટ્રેલર અમદાવાદમાં ટાઈમ સિનેમા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ એકશનની સાથે સાથે એડવેન્ચર અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ છે. જેનુ શૂટિંગ વડોદરા અને આણંદમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમમાં ગામડાં તથા કોલેજની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં ગામડાં તથા કોલેજની વાર્તા દર્શાવવામાં આવી છે. જેમાં મુખ્ય નાયક દેવરાજ એક ગામડાના માણસના લૂકમાં જોવા મળશે, જેના પહેરવેશમાં કેડિયું છે અને માથે પાઘડી છે તથા હાથમાં ખાટલાનાં પાયાનું હથિયાર હોય છે.

ફિલ્મ બાબુભાઈ સેન્ટિમેન્ટલના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર અને શિવાની જોશી છે. સાથે જ નિસર્ગ ત્રિવેદી, કમલ સિસોદિયા તથા મયુર ચૌહાણે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. મિલન શર્મા દ્વારા ડાયરેકટ કરવામાં આવેલ. આ ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યુ છે, જયારે ફિલ્મના પ્રોડયુસર્સ નિધિ મોરી અને વીના શર્મા છે. ફિલ્મનું મ્યુઝિક હિતેશ- વિવેકની જોડીએ આપ્યું છે. ''બાબુભાઈ સેન્ટિમેન્ટલ'' ૧૭ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ રહી છે.

ફિલ્મના ડાયરેકટર મિલન શર્માએ જણાવ્યું હતું કે ''અવનવા વિષય પર ફિલ્મ બનતી રહે છે, પરંતુ આ ફિલ્મ અનોખી છે જે એક એકશન ફિલ્મ છે. જેમાં નક્ષરાજ કુમારનું મુખ્ય હથિયાર હોય છે. ખાટલાનો પાયો એક એવો સંવેદનશીલ માણસ હોય છે જે એનાજ જીવનમાં કોઈ એવી ખરાબ ઘટના બને છે કે જેના કારણે તેણે હથિયાર ઉપાડવું પડે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જે દર્શકોને જરૂરથી પસંદ પડશે.''

(3:41 pm IST)