Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જાંબુઘોટામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: પીએસઆઇ ગઢવી સહિત 4ની ધરપકડ: 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત

પીએસઆઇની બુટલેગર સાથે સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી

અમદાવાદ : ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાંબુઘોટામાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટર ગઢવી સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે પીએસઆઇ એસઆઇ ગઢવી ઉપરાંત હિતેશ બારૈયા, ચિરાગ બારૈયા અને નરેશ નાયકની ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઇની બુટલેગર સાથે સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. 

 

જાંબુઘોડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ગઢવી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સપેક્ટરની સંડોવણી બુટલેગર સાથે હોવાનું સામે આવ્યું હતું. PSIએ બુટલેગરોને દારૂનો ધંધો બંધ કરવા જાણ કરી હતી. 31મી ડિસેમ્બરને લઈને અપાઈ હતી કોમ્બિંગ નાઈટની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જો કે પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી નહી કરી હોવાનું સામે આવ્યું હતું. 494 દારૂની બોટલ સહિત 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

 

(8:54 am IST)